________________
૧૧૦
બહુચરાજી જે ચુંવાળની પીઠની દેવી છે તે સ્થાનની મૂલ દેવીનું નામ બાલાત્રિપુરા છે, અને તે શ્રીકુલની વિદ્યા છે. આ સ્થાનમાં ચારણ બાઈને દેહ આવેશમાં છૂટવાથી તે સ્થાન સાથે ચારણ જાતિની સ્ત્રીયોગિનીનું રૂપ આપવામાં આવ્યું છે. આ દેવીનું બાલાયંત્રનું રૂપ અને તે ઉપર ચળકતી આંગી મૂકવાની પ્રથામાં હિન્દુ-મુસલમાનનું કંઈક મિશ્ર રૂ૫ ઉત્પન્ન થયું છે, અને કરૂઢિમાં પુરુષને સ્ત્રીભાવ થયાની ચમત્કૃતિની વાર્તાથી હીજડા જેવી તૃતીયા-પ્રકૃતિવાળાં મનુષ્ય માતાના ભતપણાને મંદમતિની પ્રજા આગળ દાવો કરી જીવનનિર્વાહ શુભાશુભ પ્રસંગે મેળવે છે. પરંતુ આ સર્વ સંજોગે મૂલ શુદ્ધ બાલા ત્રિપુરાની પ્રકૃતિ ભાવનાની અધિકારી પ્રજાના વેગથી થયેલી વિકૃતિ છે. ધર્મને આ અપધર્મ થયો છે, પરંતુ તેના મૂળમાં શુદ્ધ ધર્મ બાલાને છે. આ બાલા ત્રિપુરા દેવીના મંત્ર, યંત્ર અને તંત્રનું પુષ્કળ વર્ણન તંત્રશાસ્ત્રમાં છે.
વા, સ્ત્રી તથા વાચા એ મુખ્ય દેવીનાં પીઠે ગુજરાતમાં છે તે ઉપરાંત ગૌણ શક્તિપીઠે પણ ઘણું છે-કચ્છમાં આશાપુરા નારાયણ સરોવરથી બાર ગાઉ ઉપર છે; દ્વાણું ભુજથી થોડે દૂર છે; કાઠીઆવાડમાં દ્વારકા બેટ નજીક અભયા માતા છે; આમિલમાં લુણું માતા છે; પરબંદર પાસે હરસિદ્ધિ માતા છે; હળવદ પાસે સુંદરી છે; નર્મદાતટે અનસૂયા છે; ગેઘા નજીક ખેડીઆર માતા છે. ટુંકામાં શક્તિના અમુક રૂ૫ની સ્થાપના સર્વ પ્રદેશમાં જોવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com