________________
૧૦૩
થયું-ઇત્યાદિ પરંપરાગત વાતમાં કંઈ નહિ તે એટલું સત્ય સમજાય છે કે આ સ્થાન પ્રતિને પૂજ્યભાવ મહાભારતના સમયમાં પણ હતા. લોકોની દંતસ્થાને પ્રસંગ વીતાવી ગયા પછી જ્યારથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રપાનું રાજ્ય થયું ત્યારથી શાક્ત સંપ્રદાય કંઈક ઉત્તેજિત થયે જણાય છે.
શેવો અને શાકતો સિદ્ધાતમાં જુદા નથી. શિવ અને શક્તિ એ અવિનાભાવવાળાં એટલે પૃથફ ન પડે તેવાં પ્રકાશ અને વિમર્શ રૂપ તો છે. જ્યારે પ્રકાશનું અથવા જ્ઞાનનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શેવ કહેવાય; જ્યારે વિમર્શનું અથવા આત્મભાન કરાવનાર ક્રિયાનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શાક્ત કહેવાય. શિવ-શક્તિની ઉપાસનાનો ભેદ માત્ર વસ્તુના ગુણપ્રધાન ભાવ ઉપર બંધાયેલો છે. શિવ અને શાકતો બને છત્રીશ તને માને છે; અધિકારભેદની વ્યવસ્થા સરખી છે; અતભાવ પણ સરખો છે; તંત્રમાર્ગ પણ સરખો છે; યોગચર્યા પણ સરખી છે; પ્રસંગે શિવ ઉપદેષ્ટા થાય છે અને શક્તિ શિષ્યા બને છે; પ્રસંગે શક્તિ ઉપદેષ્ટા થાય છે અને શિવ શિષ્ય બને છે. પહેલી રીતિમાં તંત્રશાસ્ત્ર આગમનું રૂપ પકડે છે, બીજી રીતિમાં તંત્રશાસ્ત્ર નિગમનું રૂપ પકડે છે; જ્યાં શિવ પૂજાય ત્યાં શક્તિ પૂજાય; જ્યાં શક્તિ પૂજાય ત્યાં શિવ પૂજાય; જ્યાં શિવનું જ્યોતિલિંગ ત્યાં શક્તિની પીઠિકા; જ્યાં શક્તિનું પીઠ ત્યાં શિવનું લિંગ; જ્યાં સાયુજ્ય મેક્ષ ત્યાં શિવ-શક્તિનું સામરસ્ય. શિવ અને શક્તિો કૈવલ્ય મોક્ષને માનતા નથી. કેવલ્ય મેક્ષને સિદ્ધાઃ સ્માને, એટલે શાંકરમતવાળાને છે. શંકરાચાર્યના સિદ્ધાન્તને અનુસરનારા વસ્તુતઃ શિવ, શાક્ત નથી, છતાં શાંકર મતાનુયાયી શૈવ મનાય છે, અથવા શાક્ત મનાય છે. આ ભ્રમ ગુજરાતમાં ઘણે ચાલે છે. શંકરાચાર્યને કેવલાદ્વૈત સિદ્ધાન્ત શિવોના અને શાક્તોના વિશિષ્ટ અદ્વૈત અથવા શુદ્ધાદ્વૈત કરતાં કંઇક જૂદ છે અને આ બાબતમાં શિવ શ્રી રામાનુજ સાથે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com