________________
૧૦૭
પ્રવૃત્તિ સાબીત કરે છે કે બ્રહ્મક્ષત્રથી પૂજાયેલું આ આરાસુરની અંબા ભવાનીનું પીઠ આધુનિક નથી, પરંતુ ઘણું પ્રાચીન છે. અંબાદેવી શ્રી ની વિદ્યા જણાય છે; અને જિતા દેવી સાથે મળતાં આવે છે. જેનાં દેવળોનો નાશ થવામાં દેવીને કો૫ કારણ હતો, એવા મંતવ્યને લઈ જેને પણ માતાને માને છે, અને ઘણું જૈનમંદિરમાં દેવીની મંદિરમાં પેસવાની બાજુએ સ્થાપના હોય છે.
શીરે હી રાજ્યના તાબામાં પિંડવારા રેલ્વે સ્ટેશનની નજીક દક્ષિણે પાંચ માઈલ ઉપર નાને ડુંગર છે. તેના ઉપર એક ગઢ છે. તેને વસંતગઢ કહે છે. આ ગઢની પશ્ચિમમાં નાનું માતાનું દેવળ છે. માતાને “બીમલ” માતા કહે છે. તે શબ્દ મને અપભ્રંશ જણાય છે. ત્યાં ઈ. સ. ૬૨૫ નો શિલાલેખ છે. તેમાં લખાણ છે કે “આબુની આસપાસના મુલકને રાજા વર્મલાટ(અથવા શર્મલાટ)ને સામંત સજિજલ હતો. તેને કબજે અને સત્તા વટકાર(વસંતગઢ)માં હતાં, ત્યારે સત્યદેવ નામના વેપારીએ મહાજનની આજ્ઞાથી ક્ષેમા નું મંદિર બંધાવ્યું હતું.” ઈ. સ. ૧૦૪રના અરસામાં વટપુર (વારિકપુર) પાસે દેવળ હતું તેને વિગ્રહરાજનાં રાણું લાહિનીએ જીર્ણોદ્ધાર કર્યો હતો. વર્મલાટની રાજધાની બિનમાલ(શ્રીમ૪િ)માં હતી. આબુમાં અબુંદાદેવીનું સ્થાન પુરાણમાં પ્રસિદ્ધ છે.
આ ઉપરથી સમજાય છે કે આરાસુર પાસેનાં અંબિકાના સ્થાનના હાલના દાંતાના મહારાણા જે પરમાર કુલના ગણાય છે તેમની મર્યાદામાં તથા આબુ પાસેના ચૌહાણવંશનાં શહીરાજ્યની મર્યાદામાં દેવીભક્તિ લગભગ શ્રીહર્ષના સામ્રાજ્ય સમયમાં પ્રચલિત હતી.
રજપુતાનામાં પુષ્કરક્ષેત્ર આગળ ક્ષેમંજરનું પીઠ છે. આ દેવીનું વર્ણન પદ્મપુરાણના સૃષ્ટિ ખંડના ૩૦ મા અધ્યાયમાં છે.
આ દેવીએ મહિષમર્દિનું રૂપ પકડયું જણાય છે. આસુરી કન્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com