________________
૧૦૩૧
હોવા સભવ છે; પરંતુ તેની પીઠમાં પ્રકૃતિધમ હોય છે, એ વાત વિસરી જોઇતી નથી. શાક્ત સંપ્રદાયમાં વિલક્ષણતા એ છે કે તે પશુધના સદ્ભાવના સ્વીકાર કરે છે, અને વીરત્વ અને દિવ્યત્વને ધ્યેય તરીકે માને છે, જ્યારે શૈવ, વૈષ્ણુવ વિગેરે સંપ્રદાયેા અશુભ આચારના ઢાંકપીછોડે કરે છે, અને શુભ આચાર જ અમારા સપ્રદાયમાં છે એવા ખાટા દાવા કરે છે; આથી પ્રચ્છન્ન પાપ થાય છે, અને પ્રકટ પુણ્યને મહિમા દેખાડાય છે.
છે.
શાક્ત સંપ્રદાયનું મંતવ્ય છે કે શક્તિ સ્વરૂપે અધ્યાત્મભાવે ચિન્મયી અને આનંદમર્યાં છે. તે દેવવમાં માયામયી, અને મનુષ્યાદિ પ્રાણીઓમાં પ્રકૃતિમયી થાય છે. પ્રકૃતિમયી એટલે ભૂતમયી થયા પછી તે વિકૃતિમયી પણ બને છે. ટુકામાં જે શક્તિ પાશમેક્ષ કરનારી છે તે જ પાશદ્ પણ કરનારી છે, એના વિનિયેાગમાં અને સેવનના પ્રકારમાં શુદ્દાશુદ્ધ ભેદ છે, અને જેમ બ્રહ્મરૂપ ધર્મી જગદાકાર દેખાતાં છતાં બ્રહ્મ સ્વરૂપ બદલાતું નથી અને નિત્યશુદ્ધ રહે છે, તેમ બ્રહ્મશક્તિ પણ પ્રકૃતિ અને વિકૃતિમાં અધ્યાત્મભાવે પેઠેલી પ્રકૃતિ– વિકૃતિના ગુણદોષ વડે શુભઅશુભ બનતી નથી. ગુણ અને દેષો જીવાએ પોતે ઉભા કરેલા ધર્મો છે, વસ્તુ ગુણ-દોષ વિવર્જિત વસ્તુના સ્વરૂપને સમજવા અર્થે આપણે ગુણદોષવાળા પ્રકૃતિજન્ય પદાર્થોને એટલે વિકૃતિને આલંબન અથવા આધાર રૂપે લઈએ છીએ; ગુણદોષના વિવેક કરતા જઇએ છીએ, અને છેવટે ગુણાના પણ ઉપસંહાર કરી અંતર્ગુ ણુા ભગવતી તે ભજીએ છીએ. શાકત સિદ્ધાન્ત જગતના વૈષમ્યના અને ભેદના સ્વીકાર કરી આચારના ભેદને જેવા છે તેવા સ્વીકારી ઉંચી કક્ષા ઉપર લઈ જવા મથે છે, જ્યારે ખીજા ધર્મો સિદ્ધાન્તા તે વૈષમ્યના અને ભેદના જાણે અભાવ જ હોય અને ધર્મના અધિકાર માત્ર બુદ્ધિવાળા અને કહેવાતા સંસ્કારીને અથવા કેળવાયેલાને જ હાય એવું ખાટું ધર્માભિમાન ઉભું કરે છે. યથાવતથાવહિા—બે સૂત્ર સાચા મતે
"9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com