________________
માં (ઈ. સ. ૭૪૬) જ્યારે વલભીને નાશ થયો ત્યારે શીલાદિત્ય રાજાની રાણું પુષ્પાવતી અંબાજી ગયાં હતાં એ એતિહાસિક દાખલો છે.
શકિતની ભાવના સ્ત્રી શરીરમાં પેઠેલી હોવાથી, અને ચારણ જાતિની સ્ત્રીઓ ક્ષત્રિયવર્ગમાં પૂજ્ય ગણાયાથી કેટલેક સ્થળે ચારણ સ્ત્રીઓએ દેહત્યાગ કર્યો છે તે તે સ્થાને શકિતની પૂજાને પ્રવેશ થયાના પ્રસંગે છે. હાલનું બહુચરાજીનું શકિતનું ક્ષેત્ર છે, તે ચુંવાળમાં આવેલું છે. ચારણુજાતની સ્ત્રીઓ સલખનપુરથી પાસેના ગામે જતી હતી ત્યાં તેમને કેટલાક કેળીઓએ લૂંટી. તેમાં એકનું નામ બહુચરા હતું તેણે તરવાર વડે પિતાનાં સ્તન કાપી નાખ્યાં અને તારું કર્યું. તેની બૂટ અને બુલાલ નામની બહેને પણ તાગાં કરી મરી ગઈ આ અપમાન સહન ન કરવાના ત્રણનાં તાગાના આવેશને લઈ તે મરણસ્થાને ત્રણેમાં દેવીની ભાવના બંધાઈ ચુંવાળમાં બહુચરાજી પૂજાયાં; અરણેજમાં બૂટ પૂજાયાં; અને સીહારથી પંદર માઈલ દૂર બાલકુ આગળ બુલાલ પૂજાયાં.
જે જે સ્થાનની પીઠદેવતા હોય છે તે તે સ્થાનના લોકોના સ્વાભાવિક આચારવિચારો તથા મનની કેળવણી અનુસાર પૂજનપદ્ધતિ રચાયેલી હોય છે, અને તે તે દેવતાનાં નામ ઉપરથી સ્થાનપૂજાનું સ્વરૂપ લક્ષણ દ્વારા કળાય છે. ઉદાહરણ તરીકે શ્રી બહુચરાછમાં બાળા ત્રિપુરાનો નિર્દોષ ભાવ ઘણે ભાગે ખીલેલો જણાય છે. પૂજનપદ્ધતિ ઘણી સાદી હોય છે. સામાન્ય ઉપવાસ વિગેરે પણ થઈ શકે છે. બલિમાં મૂકડાં વિગેરે માત્ર જીવતાં છોડી દેવામાં આવે છે. આરાસુરની અંબિકાના આરાધનમાં કંઈક યુવતિને ભાવ છે; માતૃભક્તિ આગળ પડતી છે; ભૂખ્યા રહેવાની મનાઈ છે, કારણ કે માતાને ભૂખ્યાં બાળકે ગમતાં નથી; યૌવનસહભાવી કેટલીક આ ચારની, ભવાઈ વિગેરેમાં, છૂટ લેવાય છે; ભીલ લોકોના વાતાવરણમાં માતાનું સ્થાન હોવાથી પશુબલિ પણ અપાય છે, અને હાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com