________________
૧૦૦
( ભાગ છે. પણ સતાના પરિ
અહિંસાના વાતાવરણના બલને લઈ પશુબલિ બંધ થયાનું સંભળાય છે. પાવાગઢની કાલિકામાં પ્રૌઢ ભાવ છે. ગંભીરતાની જાણે પરાવધિ હોય તેવી પૂજનપદ્ધતિ ગુપ્ત રીતે થાય છે. પશુબલિ પણ જંગલી લકનાં મંતવ્યને અનુસાર થાય છે. શક્તિઓ અંગી દેવતાના પરિવાર અથવા અંગ દેવતારૂપે એકત્ર થઈ તે તે પીઠમાં ગરબાના રૂપમાં ગાય છે એવી ભાવના દઢ છે; અને તેનું અનુકરણ લૌકિક ગરબામાં સ્ત્રીસમાજમાં કરવામાં આવે છે.
આજ રીતે ગુજરાત શિવાયના અન્ય દેશનાં શાક્ત પીઠમાં પણ દેશ, કાલ અને જનતાના સ્વભાવને અનુસાર પૂજનપદ્ધતિ હોય છે. શ્રીશૈલનાં ભ્રમરાસ્ના, ગોકર્ણ પાસેનાં મૂકામ્બા, આસામનાં કામાક્ષી, કાલીઘાટનાં કાલિકા, ટિપેરાનાં ત્રિપુરા, વિંધ્યાચલનાં વિંધ્યવાસિની ચંડી, વિગેરે પ્રસિદ્ધ શાક્તપીઠમાં પૂજનપદ્ધતિ છે તે દેવતાનાં નામ, ગુણ, અને પરાક્રમને અનુસરતી હોય છે. આ સર્વ પ્રસિદ્ધ પૂજનશ્રેણુઓનાં વામ અને દક્ષિણ, કૌલ અને સામયિક રીતિએ વર્ગીકરણ કરી દક્ષિણ અથવા સામયિક પદ્ધતિ ઉપર પ્રજાને વાળવાના મુદ્દાથી શંકરાચાર્ય શાક્ત સંપ્રદાયના સમુહરણને પ્રયત્ન બળવાન કર્યાનું સમજાય છે. ટુંકામાં ચીની મુખ્ય શ્રી વિદ્યાને સામયિક દિશા પ્રતિ વાળવાને એમને પ્રયત્ન કર્યા નામના ઉપાસનાથી ભરેલા કાવ્યગ્રંથમાં સ્પષ્ટ સમજાય એમ છે, પરંતુ આ વિશુદ્ધ વાતાવરણને લઈ એમ સમજવાનું નથી કે વામાચાર અથવા કૌલાચાર છે. તે દેવીના પઠ આગળ થતા નથી. તેવા આચાર પરાપૂર્વથી પશુ અધિકારીઓને અર્થે થતા આવ્યા છે, અને થાય છે. કવિ બાણુની કાદંબરી જે શ્રીહર્ષના રાજ્યસમયમાં લખાઈ છે, અને જે સમયે બેહોનું અહિંસામય વાતાવરણ વિદ્યમાન હતું તે સમયે પણ, ચંડિકાના પૂજનમાં કલાચાર હતા એમ આપણને ચંડિકાના રથાનના વર્ણનમાંથી અને જરદ્દ દ્રવિડ ધાર્મિકના વર્ણનમાંથી સસાય છે. શાક્ત ધર્મની વિકૃતિ સર્વ દેશકાલમાં હેય છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com