________________
દૈત્યને મારે છે, એવી ભાવના ગુંથવામાં આવી છે. સપ્તશતીમાં શુંભ, નિશુંભ, અને મહિષાસુરના વધ ચંડીએ કર્યા છે. તારકાસુરનો વધ અર્થે કુમાર ઉત્પન્ન કરવા પાર્વતીને શિવ સાથે યોગ વર્ણવાયો છે. બ્રહ્માણ્ડપુરાણમાં લલિતાદેવીએ ભંડાસુરનો વધ કર્યાનું વર્ણન છે.
આ સઘળાં આખ્યાનો દેવીના ચરિત્રનું રૂપક દ્વારા વર્ણન કરનારાં છે અને પ્રત્યેકમાં અધ્યાત્મ રહસ્ય રહેલું છે એમ ભાસ્કરરાયની
પ્તશતી ઉપરની ગુપ્તવતી ટીકા તથા લાલતાસહસ્ત્ર નામ ઉપરની સૌભાગ્યભાસ્કર ટીકા ઉપરથી. સારી રીતે સમજાય છે.
રૂપકના અધ્યાત્મભાવ દિવ્યાધિકારીને અર્થે છે. સામાન્ય જન જેઓ શક્તિના મહિમાને સાંભળે છે તેમને શકિત પ્રતિ ભકિતનાં અંકુરે જાગે છે. તે તે સ્થાનનાં પીઠને તીર્થરૂપે જાણુ પિતાના મનનું શોધન કરે છે.
ગુજરાતનાં શાકતપીઠેમાં મુખ્ય અંબિકાપીઠ આરાસુરમાં છે; કાલિકાપીઠ પાવાગઢમાં તથા ગિરનારમાં છે. કાઠીઆવાડમાં પ્રભાસક્ષેત્ર, પિંડતારક ક્ષેત્ર જાણીતાં છે. કેલગિરિપીઠ તે હાલ કેયલા નામે પ્રસિદ્ધ છે તેમાં હરસિદ્ધિદેવી છે; અને તે જામનગર રાજ્યમાં પોરબંદર પાસે છે. કચ્છમાં -આશાપુરી માતાને ગઢ નારાયણસરોવરથી બારગાઉ ઉપર છે. દ્વાણું ભુજથી થોડે દૂર છે. ઓખામંડળના બેટમાં અભયા માતાનું પીઠ છે. આરંભડામાં લૂણું માતા છે. દ્વારકામાં રુકિમણું અને ચંદ્રભાગા છે અને ભદ્રકાલી પીઠ પણ છે. કાળાવડમાં શીતળા માતા છે. હળવદમાં સુંદરીપીઠ છે; ઉપલેટા પાસે ખત્રીયોની કુલદેવતા માતૃમાતા છે. ભાવનગર પાસે ખડીઆર માતા છે. આબુમાં અબુંદાદેવીનું પીઠ છે. નર્મદાતીરે અનુસૂયા ક્ષેત્ર છે. બહુચરાજી ચુંવાળમાં છે.
ભારતવર્ષનાં બાવન મહાપીઠે બાવન વણવલિનું ભાન કરનારાં તથા ગુજરાતનાં નાનાં નાનાં પીઠે એટલું સ્પષ્ટ બતાવે છે કે શકિત
સંપ્રદાય ઘણે વ્યાપક છે, અને પુરાતન છે. વલ્લભીના રાજ્ય સમયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com