________________
કરે છે. પ્રયત્નજન્ય અથવા ઇચ્છીજન્ય ક્રિયાને આપણે સચેતન કર્મ કહીએ, અને જેમાં પ્રયત્ન અથવા ઈચ્છાને વેગ સ્વયંભૂ નથી એવા પદાર્થોની ક્રિયાને આપણે જડ અથવા અચેતન કર્મ કહીએ. લોકવ્યવહારમાં સચેતન કર્મ અને અચેતન કર્મ એવા વિભાગ પાડી શકીએ, પરંતુ શાસ્ત્રવ્યવહારમાં મૂલ કર્મનું પ્રેરણુ સચેતન વર્ગનું જ હોય છે. આ કારણથી સેશ્વરસાંખ્યમતમાં તથા અદૈતદર્શનમાં ક્રિયાનું વૈચિત્ર્ય પ્રકૃતિમાં દેખાતાં છતાં તેનું નિમિત્ત કારણ પુરુષ અથવા બ્રહ્મમાં માનવામાં આવે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે તેને સ્વીકાર શાક્તોએ કરેલો છે. તેઓ પ્રકૃતિના સર્વ પરિણામો અને વિકારે મૂલ શકિતના બલ લડે થતા માને છે. જ્યારે પ્રકૃતિશકિતને ચિન્મયી શકિત સાથેનો સંબંધ વિસરાય છે, ત્યારે આ વિશ્વ જડવાદના પાશમાં ગુંચાય છે. જડ જણાતા પદાર્થોમાં અજડ શકિતના આવિર્ભા થાય છે, અને તેવા આવિર્ભાને શાસ્ત્ર પૂજ્ય માને છે. સૃષ્ટિના આદ્ય કારણને સત્ એવી છાન્દોગ્ય ઉપનિષદમાં સંજ્ઞા આપવામાં આવી છે. આ સ૬ વસ્તુને લગતી જગદાકાર દેખાડનારી શકિતને સતત એવી સંજ્ઞા આપવામાં આવે છે. ચિન્મયી શકિત બ્રહ્મસ્વરૂપમાં અવ્યકત દશામાં રહેલાં નામ, રૂ૫ અને કર્મનું વ્યાકરણ એટલે વિકાસ કરે છે, અને અવ્યકત છે તે વ્યકત થાય છે. આ આદ્ય સ્કુરણ કરનારી પરમેશ્વરી શકિતને પ્રકૃતિ રૂપે પ્રથમ આવિર્ભાવ થયાનું વર્ણન પુરાણોમાં અને તંત્રમાં દક્ષયજ્ઞ અને સતીની આખ્યાયિકામાં કરવામાં આવ્યું છે.
સૃષ્ટિના આરંભનું વર્ણન કર્યા પછી મહાભારતના આદિપર્વમાં અને અનેક પુરાણોમાં પ્રજાપતિની સૃષ્ટિનાં વર્ણન આવે છે. તેમાં દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણું કન્યાઓ થઈ તેમાં દશ ધર્મને પર
વી, સત્તાવીસ કન્યાઓ ચંદ્રને પરણવી, અને તેને શિવ સાથે પરણવી. સતી શિવ સાથે વર્યા ત્યાર પછી કૈલાસ ગયાં, અને પિતાના
સ્વાભાવિક આનંદમાં મગ્ન થયાં અને પિતાના ઘરને અને વૈભવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com