________________
૯૧
સતીને અખંડ સંબંધમાં રાખે છે; તેને વની અથવા યોગી કહેવાય તેમ નથી; કારણ કે તે અરણ્યમાં રહેતા નથી, પરંતુ કલાસના શિખર ઉપર રહે છે; તેને બ્રહ્મચારી કહેવાય તેમ નથી, કારણ કે અનેક દાસીઓ સાથે તે રમે છે.”
આ સર્વ દેષોની ભાવનામાં સાચા ગુણો રહેલા છે તે સતી જાણે છે, અને દક્ષ જાણતા નથી. તેથી દક્ષની અવળી મતિને લીધે આ આદ્ય જગતનાં જનક અને જનનીના જોડાને તિરસ્કાર થત જોઈ નારદાદિ મહર્ષિઓને ચિન્તા થાય છે. સતીએ હેતુપુરસર પિતાને ઘેર જવાનો નિશ્ચય કર્યો. એમ કહેવામાં આવે છે કે પિતાને ઘેર નિમંત્રણ વિના જતાં પહેલાં શક્તિએ પોતાનાં દશ રૂપે શિવ આગળ ખડાં કર્યા, અને પ્રત્યેક રૂપને મહાવિદ્યાનું નામ આપ્યું, અને શિવને તે વિદ્યાઓ સ્વાધીન કરી, પોતે પિતાને ઘેર નંદી સાથે ગયાં. વગર બોલાવ્યે ગયેલાં સતીને અનાદર થયે અને દક્ષે કહ્યું કે “સઘળા જગતના રાજાની દીકરી આવી ભીખારી દશામાં મારે ત્યાં આવી તેથી મને લાંછન લાગે છે. તે વિધવા થઈને આવી હતી તે હું તારું પાલન કરત. જ્યાં સુધી તારે ગાંડ પતિ જીવે છે ત્યાં સુધી હું તારૂં મેં જવા માગતો નથી.'
આ વચન સાંભળતાં સતીએ સ્વેચ્છાથી પ્રાણત્યાગ કર્યો. • નંદીએ શિવને આ માઠાં પરિણામની ખબર કહી. શિવનું શાન્ત રૂપ
બદલાઈ ભરવ રૂ૫ થયું. દક્ષના યજ્ઞનો ધ્વંસ થયે. નંદીએ દક્ષનું માથું કાપી યજ્ઞકુંડમાં નાંખ્યું. દક્ષની પત્ની પ્રસૂતિના પ્રલાપથી પીગળી, શિવે દક્ષને પુનર્જીવન આપ્યું; અને સતીના શબને ખભે નાંખી, ગમગીનીમાં ચાલ્યા ગયા. આ પ્રસંગ કનખલ ક્ષેત્ર આગળ બળે.
શિવના ઉન્મત્ત ભૈરવવેશમાં સતીના શબને લઈ ફરવાથી ભૂમંડળમાં ભારે ક્ષોભ થયે. પુરાણ કહે છે કે વિષ્ણુએ પિતાના
ચકને છેડી, સતીના દેહના શિવને ખબર ન પડે તેવી રીતે. કકડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com