________________
કયાં ઉભું થયું નથી ? ગાણપત્યમાં ક્યાં ઉચ્છિષ્ટ ગણપતિની ભાવનામાં મેલી ક્રિયા થતી નથી ? જ્યારે પંચાયતન દેવતાના ચાર દેવતાની શુદ્ધ ભાવના છતાં વિકૃત ભાવના સમજણના અભાવે ઉભી થઈ છે, તે એકલા શાક્તની વિકૃત ભાવનાની નિંદા કરવા તત્પર શા સારૂ થવું જોઈએ? ધર્મને સિદ્ધાન્તાનુસાર આચારમાં ઉતારો તે આચાર્યનું કર્તવ્ય છે; ધર્મનું સ્વરૂપ સમજી, આચારમાં મૂકવા માગનારે સામાન્ય જ્ઞાન અને અંધશ્રદ્ધાને ત્યાગ કરી, પ્રઢ શ્રદ્ધા ધારણ કરી, યોગ્ય ગુરુજનને ગુરુભાવે ભજવા જોઈએ, અને અયોગ્ય પુરુષોને સત્કાર કરવો જોઈએ નહિ. શાક્તતંત્રમાં તે એટલે સુધી કહ્યું છે કે ઉદ્દામ ગુરુનું શિષ્ય શાસન કરવું, અને તેમાં ગુરુદ્રોહ નથી, પરંતુ સંપ્રદાયશુદ્ધિનું પુણ્ય છે.
કુમારિકા તથા દંપતીપૂજન ઉપરાંત શાકોમાં પોતાની શકિતનું પૂજન કરવાનું વિધાન હોય છે. પુરુષ જે ક્રમથી સાધના કરવા માગતો હોય તે જ ક્રમથી પિતાની પત્ની સાધના લઈ પોતાને મદદગાર થાય એવી રીતે પત્નીને દીક્ષિત કરવાને વિધિ છે. સ્વકીયા શકિતને દીક્ષાના ક્રમથી સંસ્કાર આપ્યા પછી તેને નિત્ય નૈમિત્તિક કર્મમાં અધિકાર મળે છે. પ્રસંગે પરસ્ત્રી જે દીક્ષિત હોય તો તેને પણ સહાયક તરીકે સ્વીકાર થાય છે, પરંતુ તેમાં કેવલ પૂજ્યભાવ બાંધવાનું વિધાન હોય છે; ભાગ્યભાવ બાંધવાની મનાઈ છે. જે ભેગ્યભાવ બાંધે છે તો તેને પતિત માનવામાં આવે છે. ઘણે ભાગે સ્વકીયા સ્ત્રીમાં પણ શક્તિપૂજન આદ્ય ઋતુસમયે કરવામાં આવે છે, જેથી માવજીવ પુન:સંસ્કારની જરૂર પડતી નથી. આ પ્રકારનું શકિતપૂજન રામકૃષ્ણ પરમહંસના જીવનમાં આપણને સ્વીકારાયેલું જાણવામાં આવ્યું છે અને મારા જાણવામાં કેટલાંક યુ શુદ્ધ શાકત આગમ પ્રમાણે દીક્ષિત થઈ ઊંચા અધિકારમાં આવ્યાં છે. એટલે શકિતપૂજન અને શકિતસંગમ, જેને લતાસાધન કહે છે, તે કંઈ સ્વેચ્છાવિહાર નથી, પરંતુ આત્મશોધનના પ્રકારોમાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com