________________
ઉપયોગી સાધન તરીકે શાકતોએ રવીકારેલો પ્રકાર છે. સ્વકીયા શકિતને દીક્ષાના ક્રમથી પવિત્ર કરવાને વિધિ છે; અને તેવી સ્ત્રી પ્રસંગે પતિની પણ તારિણું બને છે.
શકિતપૂજન સચેતન કુમારિકા, સુવાસિની સ્ત્રી, અને આત્મપત્નીમાં કરવાનો વિધિ સમજ્યા પછી, અચેતન પદાર્થોમાં શકિતપૂજાની પ્રથા વિચારવા યોગ્ય છે. અચેતન પદાર્થોમાં ઉપર આપણે કેટલાંક પ્રતીકેનું વર્ણન કર્યું છે, એટલે કે માટીના ઘડામાં દીવો મૂકવાનું, બાજઠ ઉપર રેશમી વસ્ત્ર કરી, દર્પણ ગોઠવી, માતાનું શરીર રચવાનું, જવારા વાવવાનું–વિગેરે અનેક રીતે શકિતનાં પ્રતીક અથવા ચિહને રચવાના પ્રકાર હોય છે. પરંતુ આ સર્વેમાં સમાયેલા હેતુને સામાન્ય શકિતપૂજક સમજતા નથી. પરંતુ શકિતનું આ સ્થૂલભાવનું પૂજન શકિતના સ્થૂલ આવિર્ભાવની પ્રક્રિયા ઉપર બંધાયેલું છે. અધ્યાત્મ ચિઋકિત, અધિદેવ માયાશકિતના રૂપમાં પલટાયા પછી અધિભૂત પ્રકૃતિશકિતમાં પ્રકટ થાય છે. પ્રકૃતિના અથવા કુદરતના સર્વ વ્યતિકરે આ પ્રકૃતિશકિતનાં વિવિધ રૂપાન્તરે છે. આ રૂપાન્તરો વડે જે જે બનાવો બને છે તેને પ્રકૃતિકારણવાદિઓ નૈસર્ગિક પરિણામો માને છે, પરંતુ શાક્તો અંતર્યામીની પ્રેરણુંસત્તાના વિવર્તે માને છે. જે મૂલ કારણ વિશ્વનું સચેતન હોય તે આ વિશ્વના સર્વ વ્યતિકરે તે અંતર્યામી કારણના સંકલ્પાનુસાર થાય છે એમ માનવું પડે છે. આ સંકલ્પ આદ્ય પ્રેરણા રૂપ હોય અને પછીના પરિણામે પ્રવાહ રૂપે નિયત ક્રમથી ચાલતા હોય. બાહ્ય ક્રિયા અને આંતરક્રિયા સર્વ જડ અજડ પદાર્થોમાં ચાલ્યાં જ
પર સમારેલા
11, લા
? જુઓ-પત્ની મારામાં દિ મનોવૃત્તાનુવાન્િ ! तारिणी दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् ।
(સદ્ધાતુતિ) પત્ની સંબંધી આવી ઉંચી ભાવના વૈદિકામાં ભાગ્યે જ મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com