________________
૪૨.
દર્શનમાં શાતિવાદ કેવી રીતે પેકેલે છે તેનું મેં વર્ણન કર્યું છે, અને તેને ઉતારે અત્ર વસ્તુવિચારમાં ઉપયોગી થશે એમ ગણું આપું છું –
આપણાં સર્વ દર્શનમાં શિરોમણિ તરીકે ગણતું શાંકર અદ્વૈત દર્શન છે. તે અત દર્શનનું અત્યન્ત સુંદર રૂ૫ શ્રી શંકરાચાર્ય ઘડયું છે, તેથી તેને આપણે “ શાંકર અહૃતકહીએ છીએ. ખરી રીતે તે અદ્વૈત દર્શનની મૂલ પીઠ તે વેદશાસ્ત્રનાં ઉપનિષદોમાં છે. પરંતુ વેદત્રયીમાં સમાયેલી ત્રણ વિદ્યા-ધર્મને લગતી, ઉપાસનાને લગતી, અને બ્રહ્મજ્ઞાનને લગતી-સર્વાશ ન સમજાવાથી એકદેશી ઝઘડા આપણા ધાર્મિક સાહિત્યમાં પેઠા છે. શ્રી શંકરાચાર્યને સામાન્ય કેળવણુ પામેલા મનુષ્ય એક તત્ત્વજ્ઞાની રૂપે સમજે છે, પરંતુ એકલા તત્ત્વજ્ઞાનના બલ વડે શ્રી શંકરાચાર્યની પ્રતિષ્ઠા ભૂમંડળ ઉપર પ્રસરેલી નથી. એકલું તત્ત્વજ્ઞાન તો માત્ર વિચાર અથવા પરીક્ષકને આકર્ષી શકે. કેવળ તત્ત્વજ્ઞાન વડે જનતાના ચિત્તનું આકર્ષણ કદી થઈ શકે જ નહિ. સમાજના ચિત્તનું આ કર્ષણ મહાત્માઓ તેમના તત્ત્વજ્ઞાન વડે કરી શકતા નથી, પરંતુ તેમના ધાર્મિક જીવનબલ વડે જ કરી શકે છે. શંકરાચાર્યનું, સમયમાં માત્ર બત્રીસ વર્ષનું લઘુ, પરંતુ પ્રજાના ઉદ્ધરણના કાર્યમાં સતત દીર્ધ વેગવાળું જીવન, જેઓ સારી રીતે સમજી જાણતા નથી, તેમને શંકરાચાર્યના શ્રમની કિંમત ભાગ્યે જ અનુભવમાં આવવી સંભવે છે. આ મહાત્માના જીવનના પ્રસંગમાંથી અને તેમની કૃતિઓની તારવણું ઉપરથી હું એમ સાબિત કરવા માગું છું કે તેઓ માત્ર શુષ્કજ્ઞાની નહોતા, પરંતુ ભાવિક “પરદેવતાના” ઉપાસક પણ હતા. તેઓએ હિન્દુ ધર્મની જે સુધારણા કરી છે, તેમાં તે સમયના સર્વ પ્રચલિત સંપ્રદાયોના દોષો દૂર કરી, પ્રત્યેકને બ્રહ્મવસ્તુના કેન્દ્રમાં ખેંચી આણવા પ્રયત્ન કર્યો છે. બ્રહ્મતત્વના પરમ સત્ય સ્વરૂપ સાથે તેના દિવ્ય ભાવને તેમણે સારી રીતે સાધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કાકી કે વાવાન તેના પ્રતિકાર