________________
૫૦
કારણ પણ છે, એમ વેદવાક્યોથી સાબીત કરી, તે શક્તિને જાતિ શબ્દથી વ્યવહરવામાં આવે છે, અને તે ભાવરૂપા બીજાવસ્થા છે. પરમેશ્વરમાં જ પ્રકૃતિભાવ અથવા ઉપાદાનકારણતા રહેલી છે, એમવર્ણવી બ્રહ્મતત્ત્વ શક્તિસંપન્ન પદાર્થ છે, એવું પ્રતિપાદન કર્યું છે.
(૪) પુનઃ બીજા અધ્યાયના પહેલા પાદના ૩૫સંદરાનાદિવસમાં (ત્ર. સૂ. ૨. ૧. ૨૪. ૨૫) શંકરાચાર્ય કહે છે કે “બ્રહ્મપરિપૂર્ણ શકિતવાળું છે. તેને બીજા કેઈ સાધનની પૂર્ણતા લાવવામાં જરૂર પડતી નથી. શ્રુતિ કહે છે કે તે પરમેશ્વરને દેહરૂપી કાર્ય જોઇતું નથી, ઈન્દ્રિરૂપી કારણની જરૂર નથી. તેના સમાન અન્ય કોઈ નથી. તેનાથી અધિક કોઈ નથી. તેની પર શકિત સ્વાભાવિકી જ્ઞાન, ઇરછા, (બલ) અને ક્રિયાવાળી સાંભળવામાં પરેપરાથી આવી છે.” તેથી એક જ બ્રહ્મની વિચિત્ર શક્તિના પેગ વડે દુધમાંથી દહીંને જેમ વિચિત્ર પરિણામ થાય છે, તેમ જગત રૂ૫ વિચિત્ર પરિણામ સંભવી શકે છે.
(૫) વળી બીજા અધ્યાયના પ્રથમ પાકના વાવેતરિવારમાં (૪. ઝૂ. ૨. ૧. ૩૦. ૩૧ ) શંકરાચાર્ય કહે છે કે-“એક જ બ્રહ્મની વિચિત્ર શક્તિ યોગ વડે વિચિત્ર પ્રપંચ થાય છે, એમ કહ્યું. શા ઉપરથી કહે છે કે વિચિત્ર શક્તિયુક્ત પરબ્રહ્મ છે ? ઉત્તર –તે દેવતા સર્વશકિતવાળી છે, એમ વેદવાકય કહે છે. તેથી સર્વ શકિતયુક્ત પરદેવતા છે એમ સ્વીકારવાની અગત્ય છે. વેદ કહે છે કે “તે પરમેશ્વર સર્વ કામ-કર્મ કરનાર, સર્વ કામને સિદ્ધ કરનાર, સર્વ ગધવાળો, સર્વ રસવાળો, આ દશ્ય જગતમાં સર્વભાવે પડેલે, વાણીથી ન સમજાય એ, અને લગાર પણ ક્ષોભ નહિ પામનારે છે”
આ પ્રમાણે શંકરાચાર્યનાં બ્રહ્મસૂત્રભાષ્યો ઉપરથી, અને તે ગ્રન્થ પિતાની જ કૃતિ છે એવું સર્વમાન્ય હોવાથી તેના આધારે,
આપણે સમજી શકીએ એમ છીએ કે શંકરાચાર્યના પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com