________________
૫૮
સમજાય છે, અને આ સ્થાપનાની સાબીતી ઉપરના પ્રકરણગ્રન્થ કરે છે. સામયિક મતમાં ઉપાસ્ય દેવતા સાથે ચાર પ્રકારનું સામ્ય મેળવવાનો આશય રહેલ છે. પિતાના પિંડને ઉપાસ્ય દેવતાના વિગ્રહની સમાન બનાવી પિંડગત સામ્ય સાધવું, એ પહેલે પ્રકાર છે. સમાન અણુઓથી રચાયેલા પિંડ છતાં લિંગ શરીરનું સામ્ય ન હોય તે ઉપાસક અને ઉપાસ્ય વચ્ચેને યોગ પ્રકટ થતું નથી; તેથી લિંગાત્મા અને સૂત્રાત્માને સમાન સંબંધ શી રીતે ઉત્પન્ન કર, એ બીજું સામ્ય ગણાય છે. સ્થૂલ દેહ અને લિંગદેહનું સામ્ય છતાં દેવતાના કારણશરીર સાથે સંયોગીકરણ થાય તેવી કારણુદેહની રચના ઘડાયા વિના સાયુજ્યની પ્રાપ્તિ થતી નથી; તેથી બીજશરીર અથવા કારણશરીરનું સમાનપણું મંત્રદ્વારા મેળવવું, એ ત્રીજો પ્રકાર છે. આ ત્રણ સામ્ય મેળવ્યા પછી પૂલ, સૂમ અને કારણ શરીરનું ઉપાસકનું સાક્ષી ચેતન ઉપાસ્ય દેવતાના સ્કૂલ, સૂક્ષમ, અને કારણ શરીરના ચેતન સાથે એકીકરણ પામી શકે છે, અને તે વડે દેવભાવ અથવા શાક્ત આવેશ અથવા સમાપત્તિ ઉપાસકમાં પ્રકટ થાય છે. આ ચાર પ્રકારના સામ્યને પ્રકટ કરવાની વિદ્યાપદ્ધતિનું નામ:
વિદ્યા છે અને તેનો પ્રબોધ દીક્ષાના ક્રમથી ગુરુ, શિષ્યમાં સંક્રાન્ત કરાવી શકે છે, એવું શક્તિ સંપ્રદાયનું મન્તવ્ય છે. શાંકર અતદર્શનની પીઠમાં સામયિક મતને શક્તિવાદ રહેલો છે, તે જણાવવામાં અને તે સંબંધી રસવૃત્તિ ઉત્પન્ન કરવામાં આ લખાણ ઉપકારક થશે. શાક્ત સંપ્રદાયના સાહિત્યને જેવો જોઈએ તે ન્યાય મળ્યું નથી. દોષ વેદસાહિત્યમાં પણ ઘણા છે, અને જે આચારના દે બંને પક્ષમાં હોય તેમાંના એક પક્ષે બીજાને સદોષ કહે, એ કઈ રીતે ન્યાયવાળું ગણશે નહિ. આ કારણથી શ્રી અપય દીક્ષિત આદિ વિચારકેએ વેદ અને તો સમાન આદરથી અવલોક્યાં છે, અને યોગ્ય સમન્વય કર્યો છે. શાક્ત મતના ભક્તો અને ચિંતક શાક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com