________________
થી પગલાની પ્રથયાગ કરી
તેમ દિકે પણ તેને આશ્રય લેતા હતા. અને હજુ પણ આ દેશના કેટલાક ભાગમાં થાય છે. બ્રાદ્ધ અને પ્રસ્તી ધર્મમાં પણ થાય છે. માત્ર જૈનાચારમાં આ વસ્તુઓને સ્થાન નથી. નિયમવિધિ વડે આ પંચતત્તને અથવા દ્રવ્યને ક્રમપૂર્વક નીચી જાતમાંથી ઉંચી જાતનાં સેવવાની પ્રથા તાંત્રિકાએ સ્વીકારી છે, અને તેથી સઘળા તાંત્રિકો આ વસ્તુનો ઉપયોગ કરતા જ નથી, એવું કાઈ કહેતું હોય તે તે પણ ભૂલ છે. સહજ જીવન સહભાવી દોષોમાંથી દૂટી ક્રમપૂર્વક શી રીતે ઉંચે ચઢી ઉંચા ધર્મનું પાલન કરવું, એ ધ્યેય તાંત્રિકોએ રાખ્યું જણાય છે. વાત્સાયન કહે છે કે આહાર સહભાવી કામ છે. શાસ્ત્રમાં અનેક સાણસાધનના નિયમો બતાવ્યા છે. પરંતુ શાસ્ત્રાર્થો વ્યાપક સમજવા, અને પ્રયોગો એકદેશી સમજવા. શાસ્ત્રમાં અમુક પ્રકારનાં કર્મો અમુક પ્રકારનું ફલ લાવી આપે છે. તેથી સર્વેએ સર્વ કર્મ કરવાં એ ધર્મને નિર્ણય નથી. શાસ્ત્ર, સદાચાર અને આપણો અધિકાર છે અને કેટલો છે એનો પોતાની જાતે અથવા ગુરુજને દ્વારા નિર્ણય કરી ધર્મનું અનુષ્ઠાન કરવું એ ધર્મના તત્વને નિર્ણય છે, અને તે તાંત્રિકોને પણ માન્ય છે.
વિમલાનંદ સ્વામી આ જમાનાના ટીકા કરનારાને ઉદેશી લખે છે કે
“મધ, માંસ, મત્સ્ય વિગેરેનો ઉપયોગ, અને સ્ત્રી પુરૂષોનું સ્વેચ્છા રમણે આ પૃથ્વી ઉપર એટલું બધું ચાલે છે કે મને સમજ નથી પડતી કે આ પદાર્થોને દેવતાની ઉપાસનાના અંશ તરીકે સ્વીકાર કરવામાં તાંત્રિકે ખુલ્લા દિલથી સ્વીકારે છે તેથી શા સારૂ નવ શિક્ષિતે ગભરાઈ ઉઠે છે? સઘળા મનુષ્યો જાણે છે કે ઘી શરીરને પષણ આપનાર છે, અને આયુષને વધારનાર છે. તો પણ તેને અણઘટતે ઉપયોગ ચૂંક લાવી મરણ પણ ઉપજાવે છે. સાપનું ઝેર મનુષ્યનું મરણ નીપજાવે છે, પરંતુ કુશલ વૈદ્ય શોધેલું અને છાશ વિગેરે શાન્ત ઉપચાર સાથે આપેલું ઔષધ ગાંડા માણસની ઘેલછા દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com