________________
તમે ગુણ; બીજામાં ઈચ્છાશકિતનું પ્રાધાન્ય, ઉત્પત્તિકર્મ સંમતિ અને રજોગુણ; ત્રીજામાં ક્રિયાશકિતનું પ્રાધાન્ય, પાલનકર્મ, સૂર્યજ્યોતિ અને સત્વગુણ. આ પ્રમાણે કાર્યાબિન્દુમાંથી ત્રણ અવાન્તર શકિતઓને તથા પુરુષોને આવિર્ભાવ, ત્રણ પ્રકારનાં કર્મ, ત્રણ પ્રકારની પ્રકાશક જ્યોતિએ, અને ત્રણ પ્રકારના ગુણો વ્યકત થાય છે, અને તે ત્રણ ત્રણ વસ્તુઓ ઉપર એક જ પરબિન્દુ (પરાશકિત) અધ્યક્ષપણું કરે છે, માટે તે ત્રિપુરામાં કહેવાય છે. આ કારણથી સબિન્દુ ત્રિકોણ એ શકિતનું પરમ રહસ્ય સૂચવનાર યંત્ર મનાય છે. તેને મહાવિન્યું એવું હેતુગર્ભ નામ આપવામાં આવે છે. કણને સંસ્કૃતમાં યોનિ કહે છે. પરંતુ આ શાક્તબીજ, નથી પુરુષ, નથી સ્ત્રી, કે નથી નપુંસક. ચિન્મય અને આનંદમય મૂલતત્વ –પછી તેને બ્રહ્મ કહો, શિવ કહે, વિષ્ણુ કહે ગમે તે કહે–પિતાને અંતર્ગત વેગ બહિર્ગામી કરે છે, અને તે સામર્થ્યને વિતરણ કહે છે. આ શકિતતત્ત્વના બીજમાંથી પ્રણવ સંબંધ વડે અથવા શિવતત્ત્વાત્મક નાદન ક્ષોભ વડે સકારાદિ વર્ણો, અને તેમાંથી પદે અને વાયે સચેતન પ્રાણુ રચે છે. પરંતુ આ વર્ણ, પદ, અને વાકયને રચવાની શકિત કંઈ બહારથી આવતી નથી. તે શકિત પ્રાણુમાં અંતર્ગત સંકેચવાળી ગુપ્ત હોય છે તેથી કુંડલિની કહેવાય છે. તે જ્યારે પરમવિકાસને પામી, પિતાના મૂલ સ્વરૂપને એટલે સકલ અને નિકલ શિવને પ્રકટ કરે છે, ત્યારે તે બદ્ધ કુંડલિની છૂટી મુકત કુંડલિની બને છે. જે સંકોચવાળી બદ્ધ હતી, તે વિકાસવાળી મુકત થાય છે.
આ શાકતબીજમાંથી જે જે મંત્રો અનુભવીઓએ ઉદયના કમથી મેળવ્યા છે તેને તાંત્રિકે દશ મહાવિદ્યા અથવા અરાઢ મહાવિદ્યા કહે છે. પરંતુ અરઢ વિદ્યાઓ તે દશના પેટા પ્રકારે છે. દશ મહાવિદ્યાનાં નામ નીચે પ્રમાણે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com