________________
મંત્રશાસ્ત્રના સંબંધમાં એ પણ જાણવાની જરૂર છે કે મંત્રદેવતાનું નામ, તથા અંગ મંત્રને નિર્દેશ લૌકિક ભાષામાં જણાવવામાં આવતાં નથી. તે તે અક્ષરે તે તે દેવતાના સંકેતરૂપ હોય છે, અથવા અવયવની સંજ્ઞારૂપ હોય છે. આ સર્વે પરિભાષા ઘણે ભાગે ગુગમ્ય હોય છે. ગુથી દીક્ષા મળ્યા પછી તંત્રાભિધાન, બીજનિઘંટુ, મુદ્રાનિઘંટુ વિગેરે કેશની મદદથી મંત્રના ઉદ્ધાર અને અંતર્ગત વિદ્યાનું
સ્વરૂપ કળી શકાય છે. ઉદાહરણ તરીકે વઢિોને મંત્ર નીચે પ્રમાણે સંકેતથી વર્ણવ્યો છે –
હવે તે દેવીને બ્રહ્મરંધ્રમાં બ્રહ્મસ્વરૂપિણી સાધકે પ્રાપ્ત કરવી. તે સુભગા છે, કામ, રેફ, ઇન્દિરાની સમાધિરૂપ છે. તે સમાધિને ત્રણ વાર બોલવી. ત્યારપછી કૂર્ચબીજ બે વાર, ત્યાર પછી ભુવનાનું બીજ બે વાર. ભુવના આકાશ, અગ્નિ અને ઈદિરા તથા શૂન્યના સંમિશ્રણથી થાય છે. તે બે વાર બલવી. ત્યાર પછી રક્ષિ રિ-એવાં બે પદો દેવી જાણે સમુખ ઉભાં છે એવા ભાવથી બેલવાં. ત્યારપછી ઉપર કહ્યાં તે સાત બીજેને ઉચ્ચાર કરો અને મોટી અગ્નિની સ્ત્રીને બોલાવવી. આ પ્રમાણે સર્વતંત્રમાં ઉત્તમોત્તમ મંત્ર વ્યુત્પન્ન થાય છે –(રાજા શુતિ)
હવે આ ઉપનિષદનું શબ્દાર્થ વિવરણ કેઈ સ્પષ્ટ મંત્રનું સ્વરૂપ સમજાવી શકે તેમ નથી. પરંતુ બીજનિઘંટુ વિગેરેની મદદથી મંત્રનો ઉદ્ધાર નીચે પ્રમાણે થઈ શકે છે –
સુમ –એ ભગવતીની સંજ્ઞા છે. તે સર્વોત્તમ છ ભાગ અથવા એશ્વર્યને આપનારી છે. તે તેમ એટલે જે એટલે ? દન્દિરા એટલે હું એ ત્રણ અક્ષરેની સમષ્ટિ, એટલે સમસ્ત રૂ૫ છે. સારાંશ પ્રથમાક્ષર ર છે. તે અક્ષર ત્રણ વાર બેલ શ શ .
ત્યાર પછી કૂ બીજ બે વાર બોલવું. ફૂબીજ એટલે શું તે બે વાર, એટલે Ê Ê એ રીતે ઉચ્ચાર કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com