________________
૭૪
તાંત્રિકેા, મીમાંસા, વૈયાકરણા, અને યાગીએ અ અને શબ્દ વચ્ચે અનાદિ પ્રકાશ્યપ્રકાશક સંબધ માને છે અને યેાગ્ય સાધન દ્વારા પ્રકાસ્ય વસ્તુ શબ્દ દ્વારા અભિવ્યકત થાય છે એવું સ્વીકારે છે. તાંત્રિકાના એક શ્લાકમાં કહ્યું છે કે “ “ દેવતાનું શરીર ખીજમાંથી, એટલે ખીજાક્ષરમાંથી પ્રકટ થાય છે.” પરદેવતા એટલે પરશિવનું શક્તિમય સ્વરૂપ શબ્દબ્રહ્મ અથવા નાદબ્રહ્મના આશ્રય લઈ સાધકના ચિત્તમાં પ્રકટ થાય છે, અને તે સ્થૂલ, સૂક્ષ્મ, અને પર એવા ત્રણ રૂપમાં પ્રકટ થઈ શકે છે. તેના પ્રકટીકરણ વડે જે સ્થૂલ, સૂક્ષ્મ, અને કારણ ભૂમિકાનાં, સાધકે ઇન્હેલાં પરિણામે પ્રકટ થાય તે તે પ્રકટીકરણના પુરાવે! છે. મૂલ પરાદેવતા એટલે શતિતત્ત્વનું સ્વરૂપ ચિન્મય અને આનંદમય સ્વભાવનું છે, અને તે મધ્ય આનંદધન ચેતનમાંથી ત્રણ રેખાએ પ્રકટ થાય છે. મધ્ય કેન્દ્રને પરબિન્દુ કહે છે, અથવા પ્રધાનદેવતા કહે છે, અને તેમાંથી જે ત્રણ નાનાં બિન્દુએ પ્રકટ થાય છે. તેને જ્ઞાન, ક્રિયા અને ઇચ્છાનાં ત્રણ અપરબિન્દુ કહે છે. આ મધ્ય કેન્દ્રમાંથી ખળ મેળવી જે કાણબિન્દુએ થાય તેની જોડનારી રેખાએ વડે સબિન્દુ ત્રિકાણુ મુખ્ય ચિદાકાશમાં પ્રકટ થાય છે. તે વિમ શક્તિનું આદ્ય સૂચક યંત્ર છે:
શાક્ત પરિબંદુ
अ
આ યંત્રમાં પબિન્દુને શૂન્ય સંજ્ઞા આપવામાં આવે છે, પરંતુ તેના અર્થ કઈ નહિ તેવા નથી. સચ્ચિદાનદના વૈભવવાળું મૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com