________________
૩
મૈથુન, મદ્ય, માંસમાં સ` જંતુઓની સામાન્ય પ્રવૃત્તિ હોય છે; કેટલાકમાં તે વિશેષ હેાય છે. તેવા પ્રાણીઓને આર્ભમાં જ જો ત્યાગનું વિધાન કરવામાં આવે તે ધર્મના ઉપદેશ ચિત્તમાં લગાર પણ સ્પર્શ કરે નહિ, અને પરબ્રહ્મની પ્રાપ્તિમાં વાસના ખીલકુલ જાગે નહિ. આ કારણથી દેવતાને નિમિત્ત કરી સ્ત્રી, મદ્ય, માંસ, વિગેરે પૂજાદ્રવ્યમાં સ્વીકારવામાં આવ્યું છે.”
66
પ્રકરણ નવમુ
શાક્તાની વિદ્યા અને યંત્રના ભેદ
विद्या : समस्तास्तव देवि भेदाः
स्त्रियः समस्ताः सकला जगत्सु ॥ ( देवीमाहात्म्य )
શાતાનાં સાધનામાં મંત્ર એ પ્રધાન સાધન ગણાય છે. મંત્રની વાચક શક્તિ અથવા વિમશ શક્તિ-એ શક્તિત્ત્વનું મૂલ રૂપ છે. આ મંત્રની વાચક શક્તિ મંત્રની વાચ્ય દેવતાને પ્રકાશિત કરે-એ શાક્ત સાધનાનું પ્રયાજન છે. શાકતા ભાગ અને મેાક્ષ ઉભયની એકવાક્યતા કરે છે, અને ત્યાગ અને વૈરાગ્ય ઉપર સાંખ્ય અને વેદાન્તીએની પેઠે અણઘટતા ભાર મૂકતા નથી. સ્ત્રીજાતિની પ્રતિષ્ઠા અને વનીયતા તે ઉંચા પ્રકારની માને છે. સ્ત્રી ધસાધનામાં સહાયક છે, એવું સ્પષ્ટ માને છે અને આચરણમાં મૂકે છે. વાચકમત્ર જ્યારે વાચ્યદેવતાને સ્પષ્ટ કરે ત્યારે તે વિદ્યા એવું નામ ધારણ કરે છે.
(પ્રત્યમિજ્ઞા) વિદ્યામય
હું વિચારીવત્તા મૈત્રહસ્યમ્ શરીરવાળા થવુ, એ મત્રનું રહસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com