________________
૧
સામ્ય તેઓ ચાર પ્રકારે સાધે છે. આ ચાર પ્રકારનું સામ્ય અથવા સમરસપણું નીચે પ્રમાણે કરવામાં આવે છેઃ—
(૧) પિંડતુ અને બ્રહ્માંડનું તે તે કેન્દ્રો દ્વારા એકય. (૨) લિંગ શરીર અને બ્રહ્માંડના સૂત્રાત્માના શરીરનું એકય. (૩) કારણ શરીર અને અવ્યાકૃતથી રંગાયેલા ઈશ્વરના શરીરનુ ઐય.
(૪) શુદ્ધ ક્ષેત્રન અથવા સાક્ષી આત્માનું પરમાત્મચૈતન્ય સાથે ઐય.
આ ચાર પ્રકારનું સામ્ય સાધવાથી સાયુજ્ય યાગ જામે છે, અને ઉપાસકમાં ઉપાસ્ય દેવતાનું ગુણસામર્થ્ય પ્રકટ થાય છે.
ખીજા પ્રકારના વામમાર્ગીએ પ્રસિદ્ધ પંચમકારનું સેવન સ્થૂલ રૂપમાં કરે છે. તેએ આ વસ્તુને ઢાંકપીછેડા કરતા નથી. તે વના કૌલાચાર્યે ઉન્મત્ત અથવા ભ્રષ્ટ હાય છે એમ કંઈ નથી. કેટલાક પૂછ્યુંનંદ સ્વામી જેવા આરૂઢ દશાના સિયાગી પણ હાય છે. જેમ આરૂઢ શૈવા ભાંગ અથવા ગાંજો પીવામાં પાપ માનતા નથી તેમ આ કૌલ શાકતા નિયમવિધિથી પૂજાના અંતમાં મદ્યાદિ લેવામાં પાપ માનતા નથી. લક્ષ્મીધર આ કાલાના પુર્વ અને ઉત્તર કૌલ એવા ભાગ પાડે છે, અને તેમના ભ્રષ્ટ આચાર। . જુગુપ્સા ભરેલા છે એમ જણાવે છે. પૂ કૈલા અને ઉત્તર કાલા ણે ભાગે ઐાદ્ધ મતના અને કાપાલિક મતના હાવાની સંભવ છે. આસામની કામાક્ષી દેવી તરફના કૌલા ઉપર અથવા આદ્દાના વજ્રયાનનાં સાધને! કરનાર લામા વગેરે ઉપર આ કટાક્ષ હાવાનેા સંભવ છે. આપણા ગુજરાતના ખીજમાર્ગી, અથવા કાંચળીઆ પંથીઓ આ કૌલ માના વામાચારના અવશેષો જણાય છે.
પરશુરામનું મંતવ્ય એવું છે કે સાધકની આરંભ, રતણુ, ચૈાવન, અને ૪×ઢ, અવસ્થા થતાં સુધી સમયાચાર પાળવા, ત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com