________________
સાધિકાને મહાકાલસંહિતાના ગુહ્યકાલી ખંડમાં પૂર્ણતા આપનારી કહેવામાં આવે છે, અને તે ઘણે ભાગે સ્વકીયા શક્તિ હોય છે;
જેવા ગુણવાળો સાધક વર્ણવ્યું છે તેવા ગુણવાળી સાધિકા પણ જોઈએ. તેવા જેડાના વેગથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. બીજી કોટિએ સાધન સાધનારને સે વર્ષે પણ સિદ્ધિ મળતી નથી.”
જે સાધકને જન્મસહભાવી મદ્યાદિ હોય તેમને નિયમવિધિથી તે ક્રમપૂર્વક છોડાવવાં એ આશય પશુ અધિકારીના સાધનક્રમમાં રાખવામાં આવેલ હોય છે. પશુ અધિકારીનાં પંચ દ્રવ્યોને પંચમકાર સંજ્ઞાથી ઓળખવામાં આવે છે, અને તેઓ અનુક્રમે મા, માંસ, મત્સ્ય, મુદ્રા અને, મિથુન-એવા નામથી પ્રસિદ્ધ છે. ઇષ્ટ દેવતાને અર્પણ કરેલા પદાર્થોજ ભગવાય, અન્ય નહિ એવા ખાસ પ્રતિબંધ મૂકેલા હોય છે, અને અખંડ મદ્યાદિનું સેવન કરનારને ભ્રષ્ટ જ માનવામાં આવે છે. તાંત્રિકના પશુ અધિકારીનાં આ પાંચ દ્રવ્યો વૈદિક યજ્ઞકાંડમાં ગુંથાયેલાં હતાં; માત્ર ધર્મના ઈતિહાસના જ્ઞાન વિનાના હિન્દુઓ વૈદિકની સ્તુતિ અને તાંત્રિકોની નિંદા કરે છે. વેદના પશુયજ્ઞમાં સોમરસનું ઉન્મત્ત થતા સુધીનું પાન હતું; તે યજ્ઞમાં અનેક પશુઓને વધ થતો હતો અને માંસભક્ષણ પણ થતું હતું, અને પિતૃશ્રાદ્ધમાં ગોવધ પણ થતો હતો; વૈદિક બ્રાહ્મણે બંગાળા વિગેરેમાં મત્સ્ય ખાય છે; વડાં ચણ વિગેરે ખાદ્ય પદાર્થો જેવા તાંત્રિકામાં છે તેવા વૈદિકમાં પણ પુરેડાશ હતા; અને તાંત્રિકેમાં જેવું લતા સાધનનું મૈથુન છે તેના કરતાં વધારે અધમ મહાવતના છેલ્લા દિવસે ગમે તે જાતિની સ્ત્રી સાથે સ્વેચ્છાવિહાર થતો હતો. લગભગ સાતમાં આઠમા સૈકા સુધી શિષ્ટ આચાર કોને કહેવા તે બાબત વૈદિક અને બેહો વચ્ચે ભારે ઝઘડા ચાલતા હતા, અને કુમારિક ભટ્ટને પોતાના વાર્તિકમાં કૃષ્ણ–બલરામના દારૂ પીવાના પ્રસંગે, શ્રાદ્ધાદિમાં ચાલતાં માંસભક્ષણ, તેના પિતાના સમયમાં અહિ છત્રની બ્રાહ્મણીએ (કદાચ નાગર જાતિની હોય) દારૂ પીએ છે,
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com