________________
પ્રકરણ આઠમું શાત અધિકારી ભેદ અને પંચ મકાર. परिमृतं झपमा पलं च भक्तानि योनीः सुपरिष्कृताश्च निवेदयन्देवतायै महत्यै स्वात्मीकृते सुकृते सिद्धिमेति ॥
(ત્રિપુરપનિ.)
ગયા પ્રકરણના સિદ્ધાંતના વિચારથી સમજાશે કે શાકતો અને વેદાન્તીઓ સિદ્ધાન્તમાં અદંતીઓ છે. માત્ર અહંતાનુભવની સાધનપ્રણાલિકા બેમાં ભિન્ન છે. શાકતોની સાધનપ્રણાલિકા પ્રધાનપણે શબ્દશક્તિની ઉકેલ અને ઉપાસના ઉપર બંધાયેલી છે, ત્યારે વેદાતીઓની સાધનપ્રણાલિકા શ્રવણ-મનન-નિદિધ્યાસનની વિચારપદ્ધતિ ઉપર ઘડાયેલી છે. ઉપાસનાપદ્ધતિને મુખ્ય આધાર શબ્દતત્વ ઉપર હોવાથી શાસ્ત્રોનાં મુખ્ય સાધનમાં મંત્ર હોય છે, અને તે મંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસનાનાં પટલ, પદ્ધતિ, વર્મ(કવચ), નામસહસ્ત્ર, અને સ્તોત્ર એવાં પાંચ અંગે હોય છે. તે ઉપરાંત જપ, હેમ, તર્પણ, માર્જન, અને બ્રહ્મભોજન-એવાં પાંચ ઉપાંગો હોય છે. એકંદરે દશાંગી ઉપાસના શક્તિની કરવામાં આવે છે. પ્રત્યેક સાધકના ચિત્તની પરીક્ષા કરી કેઈ સિદ્ધગુરુ મંત્રની દીક્ષા આપે છે, અને સાધકે તે મંત્રનું પુરશ્ચરણ કરી પિતાને આંતર અભ્યાસ વધારી, ઇષ્ટદેવતાનો સંપ્રયોગ કરવાનું હોય છે આ દીક્ષાના મુખ્ય ભેદ ત્રણ છે –(૧) એટલે શક્તિને પાત શિષ્યના ચિત્તમાં કરાવનારી, (૨) વી–એટલે સ્વરૂપસુખને જેમાંથી જન્મ થાય છે એવા મંત્રના વર્ણને વિન્યાસ કરી, સ્વરૂપાનન્દને ઉબોધ કરનારી, (૩) મારા–જેમાં મંત્રની સર્વ આરંભથી તે અંત સુધીની પ્રયોગ
't જુઓ . ૨. ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com