________________
સાહિત્ય સારી રીતે સમજી જાણે તે શકિત નામથી ભડકવાનું કંઈ પણ પ્રયોજન નથી.
શાંકર અતદર્શનની પીઠમાં એટલે લોકપ્રસિદ્ધ વેદાન્તમાં શક્તિવાદ છે તે ઉપરાંત શિવદર્શનમાં પણ ચિન્મયી શક્તિને વાદ સ્વીકારાયો છે. શેવસિદ્ધાન્તના તત્વપ્રકાશિકા નામના પ્રકરણમાં ભોજરાજ કહે છે કે –
शक्तो यया स शंभुः । भुक्तौ मुक्तौ च पशुगणस्यास्य ॥ तामेकांचिपां। आद्यां सर्वात्मनास्मि नतः ॥ ३॥
જે શક્તિના સંબંધ વડે શંભુ આ જીવવર્ગને ભોગ અને મેસે આપી શકે છે તે મૈતન્યરૂપા આદ્ય શક્તિને હું સર્વભાવથી નમું છું. વળી શિવસિદ્ધાન્તના અરશિવાચાર્યના રત્નત્રય નામના પ્રકરણ માં લખ્યું છે કે –
“આ શક્તિ ન દબાય તેવાં અને બહોળાં ચિતન્યકિરણે વાળી, અખંડ ફુરણરૂપા, અમર્યાદભાવવાળી, નિર્વિકલ્પ સ્વરૂપવાળી, નિરાવરણ, નિર્દો, બીજા કેઈ જડ ઉપાદાન કારણના આશ્રય વિના વૈભવ દેખાડનારી, મૂલ વસ્તુના બિન્દુમાં એટલે શિવરૂપ કેન્દ્રમાં પ્રપંચના અસ્ત અને ઉદયને દેખાડવામાં ચતુર, બીજ કોઈપણ સાધનની અપેક્ષા નહિ રાખનારી, પોતાના સ્વભાવબળથી પ્રકાશ
? દર્શનશાસ્ત્રની દૃષ્ટિથી શાક્તમતનું સ્વરૂપ સમજવા સારૂ સહિન્દતત્વજ્ઞાનના ઇતિહાસના બીજા વિભાગનું સાતમું પ્રકરણ આ સાથે વાંચવા ભલામણ કરવામાં આવે છે. આ પુસ્તકમાં માત્ર શક્તિસંપ્રદાયમાં સમાયેલે અદ્વૈતવાદ કેવા પ્રકાર છે તે સમજાવવા પ્રયત્ન કર્યો છે, અને તે વાસ્તવ શાંકરમતને વિરોધી નથી એટલું
સૂચવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com