________________
-અવિદ્યા રૂપા આ બીજ શક્તિ અવ્યક્ત શબ્દથી ઓળખવામાં આવે છે. તે પરમેશ્વરને આશ્રયે રહેનારી, માયામયી સુષુપ્તિ છે; જેમાં પોતાનાં સ્વરૂપના બેધ વિના સંસારી જી ઉધે છે. આ અવ્યક્તને કેટલાંક ઉપનિષદમાં મારા નામથી વર્ણવવામાં આવે છે. “હે ગાર્ગી આ અક્ષરબ્રહ્મમાં આકાશ આડાઅવળી ગુંથાએલું છે.” પ્રસંગે તેને કલર શબ્દ વડે કહેવામાં આવે છે, જેમકે “ કારણ અક્ષરથી પર તે પુરુષ છે.” પ્રસંગે તેને માયા શબ્દ વડે વ્યવહારવામાં આવે છે. જેમકે “માયા તે પ્રકૃતિ છે, માયાવી તે મહેશ્વર છે.” એવી વેતાશ્વતર શ્રુતિ કહે છે.
(૨) તે જ અધ્યાયના ચેથા પાદમાં રમાયરા (. . ૨. ઇ. ૧) સૂત્રોના વિવરણમાં શંકરાચાર્ય કહે છે કે –
બ્રહ્મવાદીઓ પૂછે છે, કારણું બ્રહ્મ કેવું છે? એ પ્રશ્નને ઉપક્રમ કરી તે ધ્યાનયોગ વડે પોતાના ગુણથી ઢંકાયેલી દેવની આત્મશક્તિને કાણુરૂપે જોઈ શકયા”. એવા વાક્યના ઉપક્રમથી સઘળા જગતને રચનારી, પરમેશ્વરની શક્તિ(પરમેશ્વયઃ જિજ)ને સમજાવી છે. વળી તે જ ઉપનિષદમાં વાયશેષ-વડે કહ્યું છે કે “ માયાને પ્રકૃતિ જાણવી અને માયાને મહેશ્વર સમજવા” એમ કહી વેદ સ્પષ્ટ સમજાવે છે કે કોઈ સ્વતંત્ર પ્રકૃતિ અથવા પ્રધાન જગતનું કારણ નથી અને તેથી સના શદ વડે તેવી પ્રકૃતિ અથવા પ્રધાનને અર્થ સમજવાનો નથી. પ્રકરણ બલથી સમજાય છે કે “તે જ દૈવી શક્તિ જેનાં નામરૂપ વિકાસ પામ્યાં નથી, અને જે ભાવિ વિકાસ પામનારાં નામરૂપની પૂર્વાવસ્થા અથવા બીજાવસ્થા છે તે જ શક્તિને ના શબ્દથી અર્થ મ– વડે સમજવાનું છે. તે અજશક્તિ પોતાના ત્રણ વિકાર વડે ત્રણ રૂપવાળી માય છે.”
( ૩ ) વળી બ્રહ્મસૂત્રના પ્રથમાધ્યાયના ચેથા પાદના પ્રત્યગિજના વિવરણમાં (૪. ઝૂ. ૧. ૪. ૨૩. ર૭) શંકરાચાર્ય બ્રહ્મતત્ત્વ જગતનું કેવલ નિમિત્ત કારણ નથી, પરંતુ ઉપાદાન
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com