________________
માનવામાં આવે છે કે પૂર્વ પીઠમાં જગન્નાથમાં વિના નામવડે શક્તિપ્રતિષ્ઠા કરી; પશ્ચિમપીઠમાં દ્વારકામાં રાત્રી નામથી પ્રતિષ્ઠા કરી, ઉત્તરપીઠમાં પૂજિવિતા નામથી પ્રતિષ્ઠા કરી, અને દક્ષિણની પીઠમાં મિક્ષ દેવતા તરીકે પ્રતિષ્ઠા કરી. આ શક્તિની પ્રતિષ્ઠા કરવામાં અને પૂજનપદ્ધતિ દાખલ કરવામાં મંડન મિશ્રનાં વિદુષી પત્ની ઉભયભારતીના ઉત્તમ જીવનની અસર આપણને જણાય છે. શંકરાચાર્યના જીવનચરિત્રમાંથી એમ પણ જણાય છે કે મંડનમિશ્રનાં પત્નીને તેમના પતિને સંન્યાસ દીક્ષા આપ્યા પછી સબ્રહ્મચારિણી તરીકે છાયાવત સુરેશ્વર સાથે રહેવાની છૂટ આપી હતી, અને જેમ મૈત્રેયીને યતિદીક્ષા યાજ્ઞવલ્કયે આપી હતી, તેવી દીક્ષા ઉભયભારતીને પણ મળી હતી.
શંકરાચાર્યના જીવનના આ પ્રસંગે સ્ત્રી જાતિ પ્રતિની તેમની પૂજ્ય બુદ્ધિ અને નારીપ્રતિષ્ઠાનું ભાન કરાવી શકે છે. સામાન્ય સંન્યાસીઓ જ્યારે સ્ત્રીને નરકનું દ્વાર માની નિંદ્ય ગણે છે, ત્યારે શંકરાચાર્ય સ્ત્રી જાતિને પૂજ્ય માની, બ્રહ્મવિદ્યાની સહાયક માને છે.
શંકરાચાર્યના મનમાં તેમની જન્મભૂમિએ, તેમનાં માતુશ્રીએ, અને મંડનમિશ્રનાં પત્ની ઉભયભારતીએ શક્તિવાદની ભૂમિકા રચી હતી. ત્યારે તેમના પરમ ગુરુ શ્રી ગડપાદે તેમને શક્તિવાદની ઉપાસના શિખવી હતી. શંકરાચાર્ય પિતાના યતિધર્મના ગુરુ શ્રી ગોવિન્દ્રાચાર્ય પાસે માત્ર સંન્યાસ અને ગવિદ્યા જ શિખ્યા હતા, ત્યારે ઉપાસનાકાણ અને જ્ઞાનકાર્ડને મર્મ તેઓ તેમના પરમ ગુરુ ગૌડપાદાચાર્ય પાસે શિખ્યા હતા. પ્રસ્થાનત્રયીનાં ભાષ્ય રચ્યા પૂર્વે તેઓ ઘણે સમય શ્રી ગડપાદાચાર્ય પાસે વિદ્યાપ્રાપ્તિ અર્થે રહ્યા હતા. આ ગૌડપાદના બ્રહ્મવિદ્યાના પ્રસિદ્ધ ગ્રન્થમાંથી માંડૂક્યકારિકા ઉપર શંકરાચાર્યે ભાષ્ય કર્યું છે. પરંતુ બ્રહ્મવિદ્યાને ઉપાસનાની પદ્ધતિથી મેળવવામાં શ્રી ગૌડપાદે તેમને ઘણી સહાય આપી હતી. ગૌડપાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com