________________
૫૩.
સંન્યાસ લેવા દઈશ” એવી પ્રતિજ્ઞા કર્યા પછી શંકરાચાર્ય મરણના પંજામાંથી બચ્યા એ ઉપકાર વડે દબાએલી વૃત્તિએ સંન્યાસ લીધા પછી પણ “તું જ્યારે સ્મરણ કરીશ ત્યારે આવી ઉભો થઈશ,” એવું વચન આપી પરિવ્રાજક થઈ ચાલ્યા ગયા. પિત્રાઈઓએ માને દુઃખ દીધું. તેઓ મરણશય્યા ઉપર હતાં ત્યારે તેમને સ્વમ આવવાથી એકદમ બદરિકેદારથી છેક કાલરીગામ (કેરલ દેશમાં) આગળ આવી પહોંચ્યા. માતાની છેવટની ઘડીએ તેમને વિષ્ણુના પરમપદને બંધ કર્યો, અને તેમના દેહોત્સર્ગ પછી તેમના પિત્રાઈઓએ અગ્નિસંસ્કાર કરવાની ના પાડી ત્યારે ખિન્ન મને, અમિને સંન્યાસીએ નહિ અડવું જોઈએ, તેમ છતાં વિધિäકર્યા એટલે વેદવાક્યનું દાસત્વ ન સ્વીકારતાં સ્વતંત્ર બ્રહ્મવાદીરૂપે પિતાની માતાના શબના કટકા કરી તેમને અગ્નિદાહ કર્યો, અને નીચેના શ્લોક વડે તેમને દેહસંસ્કાર કર્યો હતો, તેમ તેમના જીવનચરિત્ર* ઉપરથી જણાય છે.
आस्तां तावदियं प्रसूतिसमये दुर्वार शूलव्यथा नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी। एकस्यापि न गर्भभारभरणक्लेशस्य यस्याः क्षमो यातुं निष्कृतिमुन्नतोऽपि तनयस्तस्यै जनन्यै नमः ।।
ભાવાર્થ –“હે માતા! પ્રતિસમયની અસહ્ય વેદનાને હું બાજુ ઉપર મૂકું, જમ્યા પછી એક એક સંવત્સર પર્યન્ત મલવાળી શયા તે ભોગવી તારું શરીર સૂકવી નાખ્યું તે વાત પણ આવી
મક શંકરાચાર્યના સમકાલીન ગેવિંદનાથનું રચેલું વાવારિત જૂનામાં જૂનું ગ્રંથલિપિમાં છે. તેની નકલ મેં લંડનથી મેળવી છે. તેની દેવનાગરી પ્રત મેં મદ્રાસથી મેળવી છે. તેના ચોથા સર્ગમાં આ શ્લોક છે. આ કાવ્ય ઘણું સરળ, અને સુંદર છે. વિદ્યારણ્યના સંક્ષેપ શંકરવિજય કરતાં પ્રાચીન છે. આ કાવ્ય મુકિત
થયું નથી. મુદ્રણ કરવા યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com