________________
४८
સિદ્ધાન્તરૂપે સ્વીકારનારા છે, અને ઉપાસનામાં શિવશકિતના અનુયાયીઓ છે.
અદ્વૈતદર્શનનાં ઉપર જણાવેલાં શાકત ઉપનિષદો તથા સુપ્રસિદ્ધ સામાન્ય વેદાન્તનાં ઉપનિષદો પરબ્રહ્મની જગત કારણતા કેવલ કલ્પનામય અથવા માયામય માનતા નથી, પરંતુ તેની સ્વાભાવિઠ્ઠી શકિતરૂપે માને છે. શાંકરમતના અનુયાયીઓએ, પરમેશ્વરની માયા તે કાંઈ અદ્દભુત જાદુગરની હાથચાલાકી જીવોને છેતરવાને જાણે ઉભી કરી હોય એવું માન્યું છે, અથવા મનાવ્યું છે, તેવું શંકરાચાર્યના પિતાના ગ્રંથમાંથી નીકળી આવતું જણાતું નથી. જ્યાં જ્યાં જગત કારણના ચિંતનને પ્રસંગ આવે છે ત્યાં ત્યાં શંકરાચાર્યના શબ્દો શકિતવાદના સમર્થનમાં જાય છે; કહેવાતા માયાવાદના સમ
નમાં ઢળતા નથી. ઉદાહરણું તરીકે – - : (૧) બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના ચેાથા પાદના જુનિવ
ધિરાના એક સૂત્રના વિવરણમાં શંકરાચાર્ય દૈતભાવની સાંખ્યશાસ્ત્રની પ્રકૃતિ કરતાં જુદા પ્રકારની અદ્વૈતવાદની બ્રાહ્મશક્તિને ઉપન્યાસ કરે છે. તેમના શબ્દોમાં કહીએ તે –
- “અમે (વેદાંતી) જે જગતના ઉદય પહેલાંની અવસ્થાવાળા રૂપને સ્વતંત્ર માની જગતના કારણ રૂપે માનતા હોઈએ તે તે અમારા સિદ્ધાન્તમાં પ્રધાનકારવાદ અથવા પ્રકૃતિકારણવાદ આવે. પરંતુ અમે કાર્યાકાર જગતની કારણ અવસ્થાને પરમેશ્વરને અધીન માનીએ છીએ, અને તેને પરમેશ્વરથી પૃથફ રહી સ્વતંત્ર કાર્ય કરવાને સમર્થ માનતા નથી. જગતની આ કારણાવસ્થા અવશ્ય સ્વીકારવાની છે. તે સ્વીકાર હતુપુરસર છે, એટલે અર્થવાળો છે. તે કારણ અવસ્થા વિના પરમેશ્વરનું જગતનું અષ્ટાપણું સાબીત થઈ શકે તેમ નથી. શક્તિ રહિત પરમેશ્વરની પ્રવૃત્તિ બની શકે તેમ નથી.” (રિજિતરા તથ૬પ) મુકતિની પુન
ત્પત્તિ નથી, કારણ કે વિદ્યા વડે આ બીજશક્તિને દાહ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com