________________
ભગવતી પરદેવતા “અન્તર્ગ” એટલે ગુણોને ભીતર સમાવનારી છે, અને તે “પ્રત્યગુણ” એટલે આત્મા રૂપે ઉપસી આવનારી પણ છે; એમ ભગવાન ભાષ્યકાર એટલે દ્રવિડાચાર્ય આપણને સમજાવે છે. તે ઉપરથી એટલું તો સાબીત થાય છે કે (શાંકર) નિર્ગુણ બ્રહ્મવાદ સાથે આ પ્રક્રિયા બંધ બેસે છે, કંઈ સગુણ બ્રહ્મવાદ સાથે બંધ બેસતી નથી. સારાંશ પરદેવતા “અંતગુણ” હોય ત્યારે નિર્ગુણ અને “પ્રત્યગુણું હોય ત્યારે સગુણ બ્રહ્મ કહેવાય. પરંતુ બ્રહ્મ વસ્તુમાં કેવલ સગુણ જ ભાવ હોય તે “અન્તર્ણ” એ વિશેષણને અવકાશ જ રહેતું નથી, એમ કહી સર્વજ્ઞ મુનિ શાંકર દર્શનના નિર્ગુણવાદમાં સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના બ્રહ્મને એટલે ઉપાસ્ય અને રેયને સ્થાન છે, પરંતુ કેવલ સગુણવાદમાં “અંતર્ગુણ” પર દેવતાની પદ્ધતિને સ્થાન નથી, એમ સાબીત કરવા પ્રયત્ન કરે છે. આ અવતરણ એટલું બતાવી શકે છે કે જગત કારણ સદ્દબ્રહ્મમાં વિતા અથવા શક્તિને ભાવ છાંદોગ્ય ઉપનિષદમાં ઘણે જૂને હતા, અને બ્રહ્માનંદિ અને દ્રવિડાચાર્યો તે ઉપર શંકરાચાર્યની પહેલાં ભાર મૂક્યો હતો.
બ્રહ્મતત્વમાં સ્વાભાવિકી જગચિત્ર પ્રકટ કરનારી શક્તિ રહેલી, એ સિદ્ધાન્ત શંકરાચાર્યને પૂર્વભાવિ હતો. તેનાં મૂળ બીજકે ઘણું ઉપનિષદમાં મળી આવે છે. વેદમાં–ચવ સાથ પ્રથમ રછત સત્તરશ્ય તિUા આ જ ચિતશકિત આદ્યા કહેવાય છે, અને તે સ્વચ્છ અથવા નિર્મળ ભાવે વિકસે છે. તે શક્તિ સર્વ પ્રાણી પદાર્થમાં અંતર્ગત રહી ચમત્કૃતિ કરે છે. સામવેદની શાખાના છાંદોગ્ય ઉપનિષદમાં તેને કહેવત નામથી જ સ્પષ્ટ ઉલેખી છે, અને તેના ઉપર શંકરાચાર્યના પૂર્વાભાવી દ્રવિડાચાર્યે સગુણ બ્રહ્મવાદની સ્થાપના કરી હતી. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com