________________
૩૮.
પ્રકરણ સાતમું
શાક્તસિદ્ધાન્ત વિચાર चितिः स्वतंत्रा विश्वसिद्धिहेतुः ॥ (प्रत्यभिज्ञासूत्र )
પ્રત્યેક ધર્મસંપ્રદાયની પીઠમાં તત્ત્વવિચાર હોય છે. તત્તપીઠ વિનાને દેવતાવાદ વિચારકની પરીક્ષામાં ટકતું નથી. શાક્ત સંપ્રદાયની પીઠમાં પણ સિદ્ધાન્ત સમાયેલો છે. શાતસિદ્ધાન્ત પાયામાં અદ્વૈત મતને છે; અને શાંકરમત સાથે ગાઢ સંબંધવાળો છે. તે સાથે શિવાગામ સાથે પણ સમવાય સંબંધથી જોડાયેલ છે.
શાંકર અદ્વૈતવાદ જ્યારે માયાવાદ ઉપર ઘડાય છે, ત્યારે શાક્ત અદ્વૈતવાદ શક્તિવાદ ઉપર ઘડાયેલો છે. ભાસ્કરરાય નિત્યા
ડ શિકાર્ણવના ભાષ્યમાં આ બાબત નીચે પ્રમાણે અભિપ્રાય આપે છે –
“ ઔપનિષદ મતના અનુસરનારા અતીઓને પક્ષ એ છે કે ચિદ્રુપ પરમાત્માની શકિતનું નામ માયા છે. તે પોતે જડ છે. તે માયાશક્તિ જગતનું ઉપાદાન કારણ છે. પરબ્રહ્મ વિવર્તી પાદાન થાય છે. આથી જગત માયાને પરિણામ હોવાથી જડ છે, અને મિથ્યા છે. અદ્વૈતને જણાવનારી કૃતિઓ પારમાર્થિક વસ્તુ એક જ છે, એવું પ્રતિપાદન કરે છે. આ સર્વ બ્રહ્મ છે એ મતલબની, જગતનું અને બ્રહ્મનું સામાનાધિકરણ્ય જણાવનારી કૃતિ જગતનું મિથ્યાત્વ બાતલ કરતાં સર્વશિષ્ટ બ્રહ્મ છે, એ પ્રકારે બાધ સામાનાધિકરણ્ય વડે બંધ બેસે તેવી છે.
* सर्व मायेति यज्ज्ञानमज्ञानं परिकीर्त्यतो सर्व शिव इति ज्ञानं ज्ञानं ज्ञानविदो विदुः ।
(વિપુજારા )• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com