________________
તાંત્રિકને પક્ષ એવો છે કે ચિચ્છક્તિ જે ઔપનિષદોને પણ ઈષ્ટ છે, તે જ અનંતરૂપ ધારણ કરનારી માયા છે. તે પરમેશ્વરની પરા શકિત વિવિધ ભાવવાળી છે; માયા અને અવિદ્યારૂપે પોતે જ થાય છે. ઇત્યાદિ શ્રુતિ આ રહસ્યને જણાવે છે. તે મૂલ શકિતને જ પરિણામ તે પ્રપંચ અથવા જગત છે. તેથી જગત ચિકૂપ છે. આ પ્રપંચ ચિદિલાસ છે-એ ગવાસિષ્ઠનું વાક્ય આ પ્રકારે બંધ બેસે છે. આથી આ વિશ્વ સત્ય હેવાથી આ સર્વ બ્રહ્મ છે.' –એ અતિ મુખ્ય સામાનાધિકરણ્યથી બંધ બેસે છે. આમ થવાથી અદંત શ્રુતિને બાધ આવતો નથી; કારણ કે વિરોધને ઉત્પન્ન કરનાર ભેદને જ અમે મિથ્યા માનીએ છીએ. (ભેદને પ્રકટ કરનાર શકિત તે ચિન્મયીજ છે ). બાદરાયણનાં સૂત્રો–“આ જગતનું બ્રહ્મ ઉપાદાન કારણ છે, કારણ કે પ્રતિજ્ઞાવાકય અને દષ્ટાન્તનાં છાન્દગ્ય ઉપનિષદનાં વાક આ રીતે બંધ બેસે છે ” “આ જગત આત્મકૃતિનું પરિણામ છે.” “આ જગત બ્રહ્મથી અભિન્ન છે, કારણ કે કાર્યરૂપે તેમાંથી તે આરંભ પામેલું છે, વિગેરે વેદવાક્ય તે ભાવમાં બંધ બેસે છે' - આ પ્રકારના અદ્વૈતમાં સરલતાથી તાત્પર્ય બેધક થાય છે.
આ પ્રકારે બંને પક્ષમાં પ્રપંચના કારણ રૂપે શક્તિને સ્વીકાર હોવાથી, પશિવને અથવા પરબ્રહ્મને વચમાં સાકરના કડકા જેવો
ઔપનિષદોને માનવાની જરૂર નથી. ઘટના સંબંધમાં પરિણામી ઉપાદાન કારણ મૃત્તિકા વિના બીજું કોઈ જાતનું વિવર્ત કારણે અમે જોઈ શકતા નથી. આથી એક જાણ્યાથી સર્વ જણાય છે એ પ્રકારની કૃતિમાં કરેલી પ્રતિજ્ઞા હે પુત્ર શ્વેતકેતુ! જેવી રીતે માટીના પિંડથી સર્વ ઘટનું સ્વરૂપ સમજાય છે તેમ સબ્રહ્મ જાણ્યાથી જગતનું સ્વરૂપ સમજાય છે, એ દષ્ટાન્ત છાન્દોગ્ય ઉપનિષદનું બંધ બેસે છે.'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com