________________
૨૩
વળી જેમ વેદના જ્ઞાનકાણ્ડ ઉપર જૈમિનિનું પ્રાતિશાખ્ય બ્રહ્મસૂત્ર છે, અને શાખા ઉપર બંધાયલા બ્રહ્મવાદનું. બાદરાયણનું બ્રહ્મ સૂત્ર છે, તેમ શાકત સિદ્ધાન્તને સ્થાપનારાં અગસ્ત્યમુનિનાં શક્તિસૂત્રે છે. તે ઉપરાંત ભારદ્વાજનાં પણ શક્તિનાં સૂત્રેા છે. આ સૂત્રે પ્રસિદ્ધ થયાં જાણવામાં નથી, પરંતુ મૂલત્ર થા મે મેળવી વાંચી જોયા છે.
આ ઉપરાંત નાગાનન્દનાં પણ શક્તિસૂત્ર! છે, એમ ભાસ્કરરાયની સપ્તશતી ઉપરની ટીકા તથા લલિતાસહસ્રનામની ટીકા ઉપરથી સમજાય છે.
ત્રિકદન જે કાશ્મીરમાં પ્રકટ થયુ છે તેની પરંપરામાં પ્રત્યમિજ્ઞામતનાં શક્તિસૂત્રેા છે, અને તેના ક્ષેમરાજ કર્તા છે. તે કાશ્મીર ગ્રંથાવલિમાં પ્રસિદ્ધ થયાં છે.
મહર્ષિ ગિરાનાં દેવીમીમાંસાદનનાં સૂત્રેા છે. તેના પહેલ પાનું નામ રસપાન છે, અને પરમેશ્વરનુ રસાત્મક સ્વરૂપ તેમાં પ્રતિપાદન કર્યુ છે. ખીજા પાનું નામ ઉત્પત્તિપાય છે, તેમાં સાતઅદ્વૈતને અનુસરતી શક્તિવાદની પ્રક્રિયા છે, અને બ્રહ્મ અને શક્તિને અભેદ તેમાં પ્રતિપાદન કર્યો છે..
શ્રી શંકરાચાય ના પરમ ગુરુ શ્રૌગૌડપાદાચાયનાં થ્રોવિવારન સૂત્ર પણ છે, તે પ્રીન્સેસ એફ વેલ્સ સરસ્વતીભવન ગ્રંથાવલિમાં થેાડાં વર્ષ ઉપર પ્રસિદ્ધ થયાં છે. તેના ઉપર શકરારણ્યની ટીકા છે. આ તારવણી ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે વેદવાદનાં સૂત્રે જેવું શાકતવાદનું પણ વિપુલ સૂત્રસાહિત્ય છે, અને તેની શોધ થવાન અગત્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com