________________
ર૭
સ્વમાં પરશુરામનું તાંત્રિકત્વ વર્ણવ્યું છે, અને તેમનું રાન્નત્ર દશખંડી અદ્યાપિ વિદ્યમાન છે. દ્વાપરયુગમાં જ્યારે હવિર્યોને અતિશય
ત્યારે બ્રહ્મવિદ્યાનું સ્થાપન શ્રીકૃoણે આગમઠાર કર્યું છે. શ્રીકૃષ્ણને ભગવદ્ગીતાનો પ્રસિદ્ધ આદેશ છે, અને ગુહ્ય આદેશ રાધાતંત્રમાં, દેવીભાગવતમાં, મહાભારતના અનુશાસનપર્વ(અધ્યાય ૧૪) માં, સમાયેલો જણાય છે. વિરાટપર્વના છઠ્ઠો અધ્યાયમાં સમજાય છે કે પાંડવે, રાજર્ષિ ભીષ્મ, વેદવ્યાસ, શુકદેવ, અસિત, દેવલ, દુર્વાસા વિગેરે શકિતવાદના રહસ્યને જાણનારા હતા. છેવટના વર્તમાન કલિયુગમાં દુર્ગાપૂજામાં તથા અનેક વ્રત વિગેરેમાં તંત્રમાર્ગ ગુંથાઈ ગયેલ જણાય છે. સાધન કરનારા પિતાના સાધનના તંત્રાનુસારી મર્મોને સમજતા નથી, એ પ્રશ્ન જૂદ છે. પરંતુ તાંત્રિક કર્મ અને ઉપાસના વૈદિક કર્મ અને ઉપાસના સાથે આડાઅવળી ગુંથાયેલાં છે. આ આગમશાસ્ત્ર શકિતને લગતું ત્રણ બૂહમાં વહેંચાયેલું છે. સત્ત્વાદિ ત્રણ ગુણેના આધારે આ ત્રણ મૂહને તંત્ર, યામલ અને ડામર-એવાં નામ આપવામાં આવે છે. દરેકમાં ૬૪ ગ્રંથને સમાસ કરી, સંપૂર્ણ સાહિત્ય ૧૯૨ ગ્રંથમાં ગ્રથિત થયેલું કહેવામાં આવે છે. આ ત્રણ સાહિત્યના વ્યુહને પૃથ્વીના ત્રણ વિભાગ કલ્પી ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા ખંડને અશ્વક્રાન્ત, બીજાને રક્રાન્ત, અને ત્રીજાને વિષ્ણુક્રાન્ત કહે છે. આ પ્રત્યેક ભૂમંડળના વિભાગમાં કયા કયા પ્રદેશે આવે છે તે નક્કી કરવાનું સાધન મને અદ્યાપિ મળ્યું નથી. પરંતુ આ વ્યુહ ઘણે ભાગે સમગ્ર જંબુદ્વીપને એટલે એશીયા ખંડને લાગુ પડે છે. અને તેમાં ચીન, જાપાન વિગેરે પ્રદેશોના તાંત્રિક આચારે અથવા દેવતાવાદેને સમાસ થયે જણાય છે. ઉદાહરણ તરીકે દશમહાવિદ્યા પિકીની તારાદેવી બાહોની મુખ્ય દેવતા છે, અને તેની ઉપાસના મુખ્યત્વે કરીને બોદ્ધ દેશમાં થાય છે, અને ભારતવર્ષમાં તેને ગાણ પ્રચાર છે. gr નામની દેવીની મૂર્તિઓ ખોદકામમાંથી નીકળી છે, અને તેથી તે દેવીની પૂજાપદ્ધતિ
સારી રીતે પ્રવર્તતી હશે, એવું અનુમાન જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com