________________
૫
આદેશને આગમ કહે છે; અને પ્રકટ આદેશ જે ચાર વેદમાં છે તેને નિગમ કહે છે. આ ઉર્ધ્વમુખને આગમવાદીએ પરમેશ્વરનું અથવા શવનું પાંચમુ` મુખ કહે છે અને તે ઉર્ધ્વસ્રોતસ્ વડે બ્રહ્મવિદ્યા ચાર વેદમાં જ સમાપ્ત થતી નથી, પરંતુ દેશ, કાળ, અને નિમિત્તેાના ફેરફાર થતાં યુગાનુસાર સિદ્ધજનાદ્વારા તે પ્રકટ થાય છે. માંડૂકય ઉપિનેષને આ કારણથી આગમ પ્રકરણ જ કહે છે. આગમનું લક્ષણ વાચસ્પતિમિશ્ર એવું આપે છે કે જેમાંથી ભોગ અને મેક્ષ ઉભયનું સ્વરૂપ સમજાય છે તે આગમ. જૂનુ વેદસાહિત્ય કર્મકાદ્વારા માત્ર સ્વર્ગાદિ ભાગનાં સાધનાનું સ્વરૂપ સમજાવે છે, અથવા જ્ઞાનકાણ્ડદ્વારા કેવલ મેાક્ષનું સ્વરૂપ અને સાધન દર્શાવે છે. પરંતુ પાંચમુ આગમસાહિત્ય ભાગ અને મેાક્ષની એકવાક્યતા કરી ક્રમપૂર્વક વ્યવહારસુખ અને પરમાર્થસુખ આપી શકે છે.
આ આગમ સાહિત્યના આવિર્ભાવ મુદ્દનિર્વાણ પછી ઘણાં સૈકાં સુધી થયેા જણાય છે. અને પ્રત્યેક દેવતાવાદને લગતું આગમ સાહિત્ય હાય છે. રવાને લગતું શૈવાગમ સાહત્ય, વૈષ્ણવાને લગતું સાત્વતતંત્રનું અથવા પાંચરાત્ર સાહિત્ય, સારાને લગતું સાર સાહિત્ય; ગાણુપત્યેાને લગતું ગાણુપત્ય આગમ સાહિત્ય. જૈને! અને ઐાદ્દો પણ આવા ખેતપેાતાના આગમ સાહિત્યને માને છે. આ સર્વ સાહિત્યમાં શક્તિવાદ રૂપાન્તરે પેઠેલા જણાય છે, અને તેની વિચારની અને ક્રિયાની પતિ જેમાં સવિસ્તર વર્ણવી હાય તેવા ગ્રંથાને તન્ત્ર એવું નામ આપવામાં આવે છે. તે તે દેવતાના સ્વરૂપ, ગુણ, કર્મ વિગેરેનું ચિંતન જેમાં કરવામાં આવ્યું હાય, તેને લગતા મત્રાને ઉદ્દાર કરવામાં આવ્યા હાય, તે તે મત્રાને કેવા પ્રકારના યંત્રમાં ગેહવી દેવતાનું ધ્યાન કરવું, એ દર્શાવવામાં આવ્યું હોય, તે તે દેવતાની ઉપાસનાનાં પાંચ અંગેા પટલ, પતિ, કવચ, નામસહસ્ર, અને સ્તોત્ર વ્યવસ્થિત રૂપે દર્શાવાયાં હોય તેવા ગ્રંથાને તન્ત્ર કહે છે. આ તત્રાનું વિપુલ સાહિત્ય હતું, અને તેના ખંડ માત્ર હાલ ઉપલબ્ધ રહ્યા જણાય છે. નાલંદાની બહુ વિદ્યાપીઠમાં તત્રાનું અધ્યાપન થતું હતું. મુસલમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com