________________
ની માતાના જ પ્રજાના અને મનુષ્ય
રાજ્યના આક્રમણના પ્રસંગે ઘણું બેક્ટોના અને હિંદુઓના તંત્રગ્રંથે નાશ પામ્યા છે. રસિકમોહન ચટ્ટોપાધ્યાયે આ હોળીની આગમાં પડેલા તંત્રગ્રંથો પૈકી કેટલાકનું રક્ષણ કર્યું છે; અને આર્થર ઍવલેન જે જટિસ વુડ્રફનું ગુપ્ત નામ છે તેમણે ઘણુ તંત્રને ઉદ્ધાર કર્યો છે. આ તંત્રસાહિત્યના ઊંડા અભ્યાસકોનું સાંપ્રદાયિક મંતવ્ય એવું છે કે ગુહ્ય આદેશે સૃષ્ટિના આરંભથી તે આજ સુધી યોગ્ય ગુરુ-શિષ્યની પ્રણાલિકામાં ઉતરી આવ્યા છે, તેનો આત્યંતિક નાશ કદી થયો નથી, અને જે સંભવ નથી. યુગધર્મ તરીકે તે તે આદેશે દિવ્યગુરુ, સિદ્ધગુરૂ અથવા મનુષ્યગુરુ દ્વારા પ્રકટ થાય છે, અને તેને સંપ્રદાય પ્રજાના અમુક વિભાગમાં સચવાયેલો રહે છે. જેમ માતાના જારને જાણનાર પુત્ર તે ગુપ્ત વાત કેઈને પ્રકટ કરતે નથી, તેમ તાંત્રિકે યોગ્ય અધિકાર વિના કોઈને કશું કહેતા નથી. અને એગ્ય અધિકારની ખાત્રી થયા પછી ગુહ્ય આદેશને તે તે શિષ્યના ઉપયોગ પૂરતો જ પ્રકટ કરે છે, પછી તે શિષ્ય પિતાની સાધનસિદ્ધિના ક્રમે સિદ્ધપદે પહોંચે છે, અને છેવટે પૂર્ણભિષિક્ત થાય છે.
વિમલાનંદ સ્વામી જેઓ અનુભવી તાંત્રિક જણાય છે તેમનું એવું કહેવું છે કે બ્રહ્મવિદ્યા ઉપાસનાદ્વારા ચારે યુગમાં આગમ અથવા તંત્રદ્વારા પ્રગટ થયેલી છે. સત્યયુગમાં જ્યારે તે તે દેવતાનાં સકામકર્મો બહુ થતાં હતાં ત્યારે આ બ્રહ્મવિદ્યા ઉમા હૈમવતી દ્વારા ઇન્દ્રાદિ દેવતાઓને પ્રકાશિત થઈ હતી; અંભણમુનિની પુત્રીને વાવમાં પ્રકટ થઈ હતી. ત્રેતાયુગમાં જયારે પશુયજ્ઞનો અતિશય થયો હતો, ત્યારે બ્રહ્મવિદ્યા વસિષ્ઠ, વિશ્વામિત્ર, જનક, પરશુરામ વિગેરે બ્રહ્મર્ષિ, અને રાજર્ષિઓ દ્વારા પ્રકટ થઈ હતી. વસિષ્ઠ મુનિએ ચીનાચારદ્વાર તંત્રપ્રકાશ કર્યો જણાય છે; વિશ્વામિત્રની તંત્રવિદ્યા ગંધર્વતંત્રના પ્રથમ પટલમાં છે, અને પ્રસિદ્ધ ગાયત્રીની સઘળી રહસ્યપદ્ધતિ વિશ્વામિત્રે રચી જણાય છે. આની સાક્ષી વિશ્વામિત્રને ગાયત્રીસ્તવરાજ અદ્યાપિ પૂરે છે. વિદેહરાજ જનકના ઘણું તાંત્રિક જીવનના પ્રસંગે ગાર્ગી-સુલભા વિગેરેનાં આખ્યામાં આવે છે. કાલિકુલસવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com