________________
૨૪
પ્રકરણ પાંચમું શક્તિવાદનું આગમ સાહિત્ય અથવા તંત્રસાહિ .
तन्त्रकृत्तन्त्रसंपूज्या तन्त्रेशी तन्त्रसंमता। तन्त्रेशा तन्त्रवित्तन्त्रसाध्या तन्त्रस्वरूपिणी ॥(ब्रह्मयामल)
શ્રાતકાળ પૂરો થયા પછી તેના અનુસંધાનમાં આગમગ્રંથને - આવિર્ભાવ થયે છે. છાન્દોગ્ય ઉપનિષદમાં પંચામૃત વિદ્યાનું વર્ણન
છે. તેમાં સૂર્યના બિંબને દેવમધુ સંજ્ઞા આપવામાં આવી છે, અને તેનાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવાં ચાર દિશાનાં કિરણો વડે તે મધુરસ બ્રહ્માંડમાં પ્રસરાવે છે. પૂર્વદિશાનાં કિરણો વેદરૂપી પુષ્પના રસને ખેંચે છે અને તેમાંથી જે મધુ ઉપન્ન થાય છે તે વડે વસુદેવતાઓ અગ્નિદ્વારા તૃપ્ત થઈ રહે છે; દક્ષિણ દિશાનાં કિરણે યજુર્વેદના પુષ્યરસને ચૂસે છે, અને તે વડે ઉત્પન્ન થતા અમૃત વડે રુદ્રદેવતાઓ ઇન્દ્રધારા પિોષાય છે; પશ્ચિમ દિશાનાં કિરણે સામવેદના પુના રસને ખેંચી તેના અમૃત વડે આદિત્યદેવતાઓ વરુણના દ્વારા તૃપ્ત થાય છે, અને ઉત્તર દિશાનાં કિરણો અથર્વવેદનાં પુષ્પોના સારને ખેંચી તેના અમૃત વડે મરુદેવતાઓ સોમઠારા પોષાય છે. વિદ્યારૂપી - અમૃત અથવા મધુનાં આધાર પુષ્પ ઋવેદ, યજુર્વેદ, સામવેદ . અને અથર્વવેદમાં રહેલાં છે, અને તેના સારને ભગવાન સૂર્ય પોતાના . બિંબમાં ખેંચી તે વડે વસૂ, , આદિત્ય, અને મરુદ-એ દેવતાના
ગણે અનુક્રમે અગ્નિ, ઇન્દ્ર, વરુણ, અને સેમ--એ ચાર અધ્યક્ષ - દ્વારા મધુરસ ભોગવી તૃપ્ત થાય છે. આ ચાર મુખના રૂપકવાળા • બ્રહ્મદેવ પાછળથી ચાર વેદના પ્રવર્તક મનાયા છે. પરંતુ તે જ ઉપનિષદુ- માં સૂર્યના ઉર્ધ્વમુખનું વર્ણન છે. તેનાં કિરણો પરજ્ઞા કહેવાય
છે, કારણ કે તેમાં ને એટલે રજોગુણ અથવા રાગને - સ્પર્શ નથી, તેનાં કિરણે “ગુહ્ય આદેશ”ને ખેંચે છે, અને તે - બ્રહ્મતત્ત્વના પુષ્પમાંથી ખેંચે છે, અને તેનું જે મધુ થાય છે તે ..પ્રણવદ્વારા સાધ્ય દેવતાઓ એટલે સિદ્ધજને ભોગવે છે. આ ગુહ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com