________________
પંચાયતી રાજયની સ્થાપના અને અવલોકન
ભારતમાં થઈ ગયેલા અનેક રાજ્યમાં, મહાજન પ્રણાલિ હતી. લેકે ઉપરનું શાસન દ્વિવિધ હતું, એક રાજ્યનું અને બીજું જ્ઞાતિના પટેલનું. રાજા અને અમલદારનું કામ રક્ષણ અને કર ઉઘરાવવાનું રહેતું અને બીજી રીતે રાજ્યને હસ્તક્ષેપ એ છે હતે. ગામડાને બીજે બધે વહીવટ ચેારામાં બેસીને પંચાયતી કરતા. તેજ પ્રથાને અભિનવ સ્વરૂપ અપાયું જે પંચાયર્તા રાજ્ય. ભાવિ ઉદ્યોગ-વિકાસની શકયતાઓ–
સૌરાષ્ટ્રમાં ભૂતકાળમાં ક્યા ઉદ્યોગે પાંગર્યા હતા, શા કારણે પાંગર્યા હતા તેને અભ્યાસ કરીને આજે જે જે વસ્તુની માંગ વધતી જતી હોય, તે પૈકી જે સૌરાષ્ટ્રમાં સુલભ હોય તેવા ઉદ્યોગોને જે સ્થાપવામાં કે વિકસાવવામાં આવે અને તે પ્રશ્નને સમગ્ર સૌરાષ્ટ્રના આર્થિક સંયોજનના સંદર્ભમાં જોવા જોઈએ. પ્રથમ વાત એ કે જે બનાવટને કાચો માલ સ્થાનિક મજૂરીથી મેળવી શકાય તેને પ્રાધાન્ય અપાવું જોઈએ. સૌરાષ્ટ્રમાં ખનિજ સંપત્તિ છે અને તેની મોજણી પણ થનાર છે. તે ખનિજ સંપત્તિને બહાર લાવવી જોઈએ બીજું સૌરાષ્ટ્રને વિશાળ સાગર કાંઠે છે. જામનગર પાસે મોતી પાકે છે. પણ સાગરને આપણે જોઈએ તે ઉપગ કર્યો નથી. દરેક ગામડું પિતાના સાગર કિનારે ઘસડાઈ આવતા દોલતને પૂરે ઉપયોગ કરતું થવું જોઈએ. ત્રીજું હવે જ્યારે અવમૂલ્યન થયું છે ત્યારે પરદેશમાં કદર થાય તેવા માલનું ઉત્પાદન વધવું જોઈએ. ઉપર સ્થળ સ્થળની આર્થિક સમતુલાને ઉલેખ કર્યો છે તેનો અર્થ એ કે જ્યાં ઘઉં વવાતા હોય ત્યાં મગફળી વાવવી તે સમતુલાને જોખમાવનારી રસમ છે. સૌરાષ્ટ્રમાં વૈજ્ઞાનિક સંશોધન
ગુજરાતના વિખ્યાત વૈજ્ઞાનિક સ્વ. ત્રિભૂવનદાસ કલ્યાણદાસ ગજજરે રાજકોટમાં ટેક-કેમિકલ લેબોરેટરી નામે શિક્ષણ સંસ્થા ચલાવી હતી, તેમાં ઝંડુ ફાર્મસીવાળા જુગતરામ વૈદ્ય અને અમરેલીના કષ્ણુપ્રસાદ ગિરજાશંકર ભટે તાલીમ લીધી હતી. તેની પૂર્વે દેશી ભમાનું શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક ઉત્પાદન કરવા માટે ઝંડુ ભટ્ટજીએ ગયા સૈકામાં શાળા સ્થાપી હતી. રાજ્ય માર્ગો અને વાહન વ્યવહારની સગવડ–
ભારતના લોકોમાંથી ઘણા જીવનમાં એકાદ યાત્રા કરવાને આગ્રહ રાખતા, તેથી થોડાએક સળંગ રસ્તાઓ પણ હશે જ એમ માનવાને કારણ છે કે પ્રાચીન કાળમાં મથુરાને દ્વારકા સુધી જોડતે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com