________________
૮૪
નાશ પામ્યા છે. જો કે વઢવાણુના જૂના દડા જેવા સાજીએ ખારા પાણીમાં પણ કામ આપતા હતા. ઉમરાળા પાસેનાં એક ગામડાંના લુહાર તાળાં–ચાવી બનાવતા, આજે તે જોવા મળતાં નથી; તેવી જ રીતે પ્રભાસપાટણમાં પણ તાળાં બનતાં પણ ત્યાંના હુન્નર પશુ વિકસ્યા દેખાતા નથી. આ તાળાં વિલાયતી લેચ કી જેવાં પણ બનતાં. આજે જ્યારે માટાં શહેરામાં તેની માંગ વધી છે ત્યારે તે પાટણમાં અનાવાના પ્રયાગ કરવા જેવા છે. મહુવામાં લાકડાંનાં અને હાથી દાંતનાં રમકડાં અનતાં. આજે તેવી ચીજો મહુવામાં બને છે પણ તેમાં વિકાસ એ છે. કુડલામાં ગરમ ધાબળા અને લેાઢાના કાંટા અને છે, તે બન્નેમાં સારા વિકાસ થયા છે. તે ઉપરાંત લેઢાના ખાટલા પણ બનાવાય છે. પારબંદર પાસેના છાયાના ધાબળા અને ગરમ કાપડ સૌરાષ્ટ્રભરમાં વપરાતુ, બગસરાના ચાફાળ, પછેડી અને ફ્ટા પણ સૌરાષ્ટ્રભરમાં વપરાતા તેમજ ખીજે પણ જતા. કચ્છ, લીંબડી અને જામનગરમાં સૂડીએ મનતી, આજે પણ જામનગરમાં બને છે પણ મર્યાદિત પ્રમાણમાં. જામનગરમાં ગરમ કાપડની મિલ છે. સૌરાષ્ટ્રમાં તે એક જ છે. તે ઉપરાંત બટન, કડી, સાંકળ, નકુચા વગેરે નાની નાની ચીજોનાં કારખાના ત્યાં ઘણાં છે. જમનગર મીઠાઈ માટે પ્રખ્યાત હતુ. અને છે. ત્યાં બાંધણીના હુન્નર પણ ખૂબ વિકાસ પામ્યા હતા. જૂનાગઢના એક સુતાર મામ્બુ (વાંસ )નું ફર્નિચર અહુ સારૂ મનાવતા, આજે તે જૂનાગઢમાં નથી. અમરેલીમાં રૂપાનાં વાસણા બહુ ઘાટદાર ખનતાં, રાજકોટમાં લેખડના માલ બનાવવાનાં કારખાનાંઓ છે, પણ ભૌગોલિક રીતે તે ઉદ્યોગ કરતાં વ્યાપારની પીઠ તરીકે વધારે ચગ્ય છે. સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે હાથશાળા હતી અને તેમાં હીરકેરી ધેાતીયાં અને ખેચ બનતા. બેશક તેમાં કાચા માલ વિદેશના વપરાતા પણ પહેલા વિશ્વયુદ્ધ સુધીમાં તે તે બધી નાશ પામી હતી.
પ્રચલિત ધાર્મિક સંપ્રદાયો—
ભારતવષ ના જાના ધમ તે આય ધમ નામે ઓળખી શકાય. તેના ત્રણ સ્વત ંત્ર ફાંટા. (૧) શ્રૌત, સ્માત, વૈદિક ધર્માં. (૨) જૈન ધમ અને (૩) બૌદ્ધ ધર્મ. તેમાંના બૌદ્ધ ધમ લુપ્ત થયા છે. વૈદિક ધર્માંના એ વિભાગ (૧) શૈવ સ`પ્રદાય અને વૈષ્ણવ. તેમાં પછીથી મર્યાદા પુરુષોત્તર રામની પૂજા ઉમેરાઈ અને તેનાં મંદિરે થયાં. નવમા સૈકા પછી ઇસ્લામ ધમ અત્રે આળ્યે, અને મિશ્ર સ ંપ્રદાયે પણ રચાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com