________________
બાજુ ઉપર રહ્યાં, પણ પૂરતી છાશ પણ પામતાં નથી. આ આખી પરિસ્થિતિને આર્થિક દૃષ્ટિએ પણ વિચાર થ જોઈએ, અને ગૌશાળા જેવી “નફો નહીં ખોટ નહીં” પાંજરાપોળોને પુનરુદ્ધાર કરી તેને આર્થિક રીતે સદ્ધર બનાવી તેને વિકાસ અને વિસ્તાર કર જોઈએ. બકરાં, ઘેટાં, ગાય, બળદ, ગધેડાં, ખચ્ચર, ભેંસ, ઘેડાં એ સર્વ તે ગૃહપગી આર્થિક જાનવરની વાત થઈ પણ તે સિવાયનાં બીજાં જાનવરો પણ છે.
ગરવો ગ્રામ પ્રદેશ–
આજે ગામડાંઓ વિશે લખવું તે કબર ઉપરના શિલાલેખ જેવું છે. જ્યારથી શહેરમાં ઉદ્યોગો વધવા માંડ્યા અને ખેતીને હાસ થવા લાગે ત્યારથી ગામડાં ભાંગવા લાગ્યાં છે. જે વાત ભૂલાઈ ગઈ કે ભારતનું ખરું જીવન ગામડામાં હતું, ભારતનું આર્થિક હૃદય તે ગામડું હતું, ભારતની સંસ્કૃતિને સ્થાયી નિવાસ ગામડાંમાં હતા. અંગ્રેજોના લગભગ સે વરસના કારભારે ગામડાં ભાંગ્યા તેથી વધારે સંખ્યાનાં ગામડાં છેલ્લાં પચીસ વરસમાં ભાંગ્યાં છે. વિશેષ ખેદકારક તે એ છે કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોને તેમની સિકાઓની ભૂલ સમજાઈ છે અને તેઓ હવે ગામડાં તરફ વળવા લાગ્યા છે ત્યારે આપણે વિચારથી નહીં તે આચારથી ગામડાંને અનેક રીતે ભાંગી રહ્યા છીએ. ગામડાંનો ઉદ્ધાર તેને શહેર જેવું બનાવ્યાથી નહીં થાય. તેને ખરો ઉદ્ધાર તે તેની અર્થ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં જૂનાં લક્ષણે સાચવી રાખી નો પ્રાણ પૂરવાથી થશે. બંગાળમાં રવીન્દ્રનાથ ટાગોરે અને સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણુએ ગામડાંના પુનરુદ્ધાર માટે પોકારે કરેલા તે ઉપર કેઈએ ધ્યાન આપ્યું નથી. આજે સરકાર પણ ગામડાં માટે કાંઈક કરવા માગે છે છે. તે માટે ખાતાંઓ શરૂ થયાં છે, માણસો નીમાયાં છે, પણ બે અંતરાયે છે. એક તે વાસ્તવિક દષ્ટિનો અભાવ અને લાયક કાર્ય કર મેળવવાની મુશ્કેલી. ઉદ્યોગ અને સ્થાનિક વ્યવસાયે–
સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં સૌથી વધારે ઉદ્યોગ પિરિબંદરમાં છે. સૌથી મેટું અને જૂનું કારખાનું સીમેન્ટનું પણ ત્યાં આવેલું છે. સૌથી વધારે ફાલેલે ઉદ્યોગ વણાટની મિલન છે. ઉદ્યોગને વિચાર કરતાં
ક્યા ઉદ્યોગ વધ્યા તે જાણવાની જરૂર જેટલી જ જરૂર ક્યા ઉદ્યોગ નાશ પામ્યા તે જાણવાની છે. વઢવાણમાં સાબુ અને કાચ બનતા. આ બન્ને વસ્તુની વપરાશ વધી છે છતાં વઢવાણમાંથી તે ઉદ્યોગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com