________________
અહિંની કલાકારીગિરિ અને હસ્તકૌશલ્ય, ગૂંથણ અને ભરત કામ દુનિયાભરની બઝારમાં આકર્ષણ જમાવવા લાગ્યા છે. અહિના કારીગની આંગળીઓમાં કળા વણાઈ ગઈ છે. હાથઉદ્યોગ અને ગૃહઉદ્યોગ માટે જાણીતા આ પ્રદેશમાં આજે સીમેન્ટ અને સોડા, મશીને અને એ ના કારખાનાઓ ધમધમી રહ્યાં છે.
આપણું પશુધન–
ભારતવર્ષની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની આતિથ્ય પ્રિય પ્રજાની સંસ્કૃતિનું એ એક લક્ષણ છે કે પિતાના કુટુમ્બમાં તેઓ પ્રાણી અને પક્ષીઓને પણ ગણતા. સૌરાષ્ટ્રનાં ઘડાં રાજસ્થાનના ક્ષત્રિયે, મહારાષ્ટ્રના સરદારો, મહૈસૂરના સુલતાન વગેરે ખરીદતા તે જાણીતી વાત છે. પશુ એ ઘણાના જીવનનું અનિવાર્ય અંગ હતું. જેમને કેઈ સ્થાયી રહેઠાણ ન હોય તેની ભટકતી જાતિએ સંખ્યાબંધ પશઓ રાખતાં. જાફરાબાદની ભેંસ, મોરબી અને વઢિયાર પંથકની ગાય, પોરબંદરનાં ઘેટાં, કચ્છ સરહદના ઘોડા, કંઠાળ પ્રદેશનાં બકરાં પ્રખ્યાત છે. રણકાંઠાના ખરગધ નામે ઓળખાતાં જંગલી ગધેડાં પથ વિશેષ તરીકે અભ્યાસ એગ્ય છે. પહેલાં લગભગ દરેક ગામે ગૌચર, વાડી કે બીડ હતાં. પહેલાં કેઈ પાસે સો સે માથાનું પશુધન હોય તે નવાઈ નહોતી. આ અર્ધા જ સૈકા પૂર્વેની વાત થઈ તે છતાં ભારતમાં પ્રમાણમાં પશુધન એછું હતું, અને આજે તે તેથીયે ઓછું છે. ભારતના અર્થકારણમાં પશુનું એટલું મહત્વ હતું કે અંગ્રેજી વેલ્ય શબ્દ માટે યોજેલ પશુના જથ્થા માટે વપરાત શબ્દ છે તેજ છે. રિબંદરથી આફ્રિકા ઘી જતું તેમ વેરાવળ અને જાફરાબાદથી પણ ઘી ચઢતું. વસતીના વધારા સાથે પશુધન વધવું જોઈતું હતું તેને બદલે તે આજે માત્ર પાંચમા ભાગનું રહ્યું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પિતાની દૂધની પેદાશ પરદેશ મોકલે છે ત્યારે જે પ્રદેશમાં તેમના કરતાં વહેલું પશુપાલન જાણવામાં હતું ત્યાં તેને હાર થઈ રહ્યો છે. ભૂળનાં વિજ્ઞાનની નજરે જોતાં તે સૌરાષ્ટ્રમાં પશુપાલનને ઉદ્યોગ, ખેતીવાડી જેટલો જ બલકે તેથીયે વધારે વિકસાવી શકાયો હોત. આ વાક્ય સાભિપ્રાય છે. સૌરાષ્ટ્રની ભૂમિનો મોટો ભાગ સપાટ મેદાન છે. ત્યાં ઘાસ પુષ્કળ ઊગે છે. તેના ઉપર તે ખાઈને જીવનાર વધારે રહી શકે, તે દેખીતું છે. ઘણાં ગામમાં ગૌચરો ગામતળમાં કે સીમતળમાં ભેળવી દેવાયાં છે. જ્યારે બીજા દેશો દૂધમાંથી દિવાલના રંગ, માખણ, પનીર, યોઘુર્ત, કુમિસ, કેફિર, મતઝુન, વગેરે બનાવી બહાર વેચે છે તેને બદલે આપણે છે ત્યાં તે પશુધનની નિકાસ કે હાસને કારણે ચેખાં દૂધ ઘી તે
THI,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com