________________
તને ભારતભરમાં પ્રસરાવી, રેલાવી અને આ ધરતીના ગૌરવને ઉજાળવામાં ભારોભાર નિમિત્ત બન્યા છે. એટલે સૌરાષ્ટ્રને પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસના સંગમસ્થાન તરીકે વર્ણવીએ તે જરાય અતિશયોક્તિ નથી.
બાલશિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણની ભેટ આપનાર ગુરુવર્યોમાં ગિજુભાઈ બધેકા, તારાબેન મોડક, નાગરદાસ મૂળજી ધ્રુવ અને અમરેલીના કૃષ્ણપ્રસાદ ગિરજાશંકર ભટ્ટ વિગેરે એ સૌને ફાળો આ દિશામાં નાનોસૂને નથી.
સૌરાષ્ટ્રની ભૌગોલિક સીમા બદલાતી રહી છે પણ તેની સાંસ્કૃતિક વિશિષ્ટતા અને અમિતા ગંગાના પ્રવાહની માફક નિરંતર વહેતા જ રહ્યાં છે, તેના રૂપ અને રંગ સમયે સમયે બદલાયા હોવા છતાં આ પ્રદેશની બહાદુરી અને બિરાદરીએ ઇતિહાસના ઠીક ઠીક પાનાઓ રોક્યા છે.
મહાભારતમાં આ પ્રદેશને ઉલેખ સૌરાષ્ટ્ર તરીકે થાય છે, વીસમી સદીના આરંભમાં તે કાઠિયાવાડને નામે પ્રચલિત થયે છે. બ્રિટીશ શાસન સામે આઝાદીની લડત ચાલતી હતી તે વેળાએ તેને વેસ્ટર્ન ઈન્ડીયા સ્ટેટસ પણ કહેવામાં આવ્યું છે.
ઈતિહાસના પટ ઉપર ગુજરાત સમા ભૌગોલિક સીમાને નિર્દેશ કરતા શબ્દનું સર્જન પણ થયું ન હતું ત્યારે પણ સૌરાષ્ટ્ર સૌની જીભે રહ્યો છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સંસ્કાર, સૌંદર્ય અને સૌષ્ઠવને નજરમાં રાખી તેને કોઈ સમયે આનર્ત કે અનુપ, તો કઈ વખત લાટ પ્રદેશ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. રંગપર, લેથલ, વસઈ વિગેરે સ્થળેથી હરપ્પાની સંસ્કૃતિ જેવા અવશેષે મળી આવ્યા છે. જે અહિંની પ્રાચીનતાની પ્રતીતિ કરાવે છે.
સૌંદર્ય તો ભારતની ધરતીમાં ઠેર ઠેર પડ્યું છે પણ સૌન્દર્યની સાથે સંસ્કાર, સરસ્વતિ અને સૌષ્ઠવનું સંમિલન માત્ર સૌરાષ્ટ્રમાં જ સભર પડયું છે. આંખ ભરી ભરીને જોવા ગમે તેવા સૌંદર્ય ધામની હારમાળા અહિં છે. સ્થાપત્ય કલાને જીવંત રાખનારા પાલીતાણાના જૈન મંદિરે હજાર વર્ષથી પણ જૂના હશે-ધૂમલી પાસેથી મળી આવેલા તામ્રપત્રે પણ ઘણા જૂના જમાનાની યાદ આપે છે.
ગિરનાર કે શત્રુંજય, બરડો કે તળાજાના નાના મોટા પર્વત ઇતિહાસકારોની સંશોધનની ભૂખ ભાંગે છે તે વળી ધર્મ વાંછુઓની આધ્યાત્મિક ધર્મ ભાવનાને સંતોષે છે–પિષે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com