________________
iiiIII
સંપાદકીય નેંધ
તારી
–નંદલાલ બી. દેવક
જે ધરતીમાં સૌન્દર્ય અને સરસ્વતિ, શ્રમ અને શૌર્ય. વ્યાપાર અને વિરતાનું આબાદ સજન થયું છે, જ્યાં માનવી અને મુડી વચ્ચેના તન-મનને સમન્વય સધાયો છે એ સૌરાષ્ટ્ર કવિ ન્હાનાલાલની નજરે રત્નાકરના ઝુલાને હિન્દ દેવી પિતાની કમર પાસે મુઠીવાળીને ઝુલાવતી હોય તે છે, તે વળી કઈ પ્રખર લેકસાહિત્યકારે એને સેડવાળીને સુતેલા વીર સમો લે છે. એવી ધરતીની યશગાથા આલેખવાનું, કંડારવાનું કામ શરૂઆતમાં જે હેલુ ગણાતું હતું તે વાસ્તવમાં ઘણું જ મટી હરણફાળ ભરી હોય એમ સ્વાભાવિક લાગ્યું છે.
સૌરાષ્ટ્ર ખરે જ વિરભૂમિ છે, તભૂમિ છે અને નંદનવનભૂમિ પણ ગણાય છે, તેને ઈતિહાસ ગૌરવવંતો છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં પાટનગર બનાવી સૌરાષ્ટ્રમાં સ્થિર થયાં. આખરે પારધીના બાણથી એને નશ્વરદેહ પણ અહિં જ પડ્યો; એટલે માત્ર ધર્મભૂમિ જ નથી. અહિંના શાહ સોદાગરે અને કાંઈક કરી છૂટવાનો મનસૂબો સેવતા સાહસિક વ્યાપારીઓએ સાત સમંદરને પેલે પારના પ્રદેશ સાથે પણ વ્યાપાર ખેડ્યો. અઢળક સંપત્તિ કમાયા અને અહિ ની આબાદી અર્થે જગડુશા જેવા દાનવીરોએ દાનગંગા વહેતી રાખી.
સૌરાષ્ટ્રના કવિઓ અને સાહિત્યકારોએ શબ્દોની દુનિયામાં પણ અનુપમ સૌરભ પ્રસરાવી છે. કારણ અહિંની સંસ્કૃતિના પાયામાં પણ રસ અને માધુર્ય ભર્યા પડ્યા છે. એના રાસ, ગરબા, ભજને, દુહાઓ, શેરડી લેક કથાઓ, જસમા-ઓડણ, શેણુ-વિજાણંદ, હાજી કાસમની વિજળી એ બધી કથાઓ પ્રેમ અને પુરુષાર્થથી સભર છે. પદ્યના પારણા હિંચેલી સર્જનક્ષેત્રે નવા તેજ રેલાવનાર કવિ કાન્તથી માંડી કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ સુધીની એ અખંડ કાવ્યધારા સૌરાષ્ટ્રની સંસ્કૃતિના અમૃતપાન કરાવતી ચિરકાળ વહ્યાં કરશે. લોક સંગીત અને નૃત્ય પદ્ધતિઓ માટે રાસમંડળીઓને અનંતરાય પટ્ટણીએ સારૂ ઉત્તેજન આપ્યું હતું. સાંગાણીના ઠાકોર સાહેબના પિતામહ તેમાં હશિયાર હતા.
સૌરાષ્ટ્રમાં એક એકથી ચડીયાતા કલાપ્રેમી રાજવીઓ થયાં. રાજ્યનાં આદર્શ ધર્મગુરુઓએ પણ અહિંથી જ આધ્યાત્મિકતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com