________________
પ્રથમ અધ્યાય
સંસાર સ્વરૂપ, “સરળ રસ્તા પવિત» સંસાર તે છે કે જ્યાં છવ સંસરણ, ભ્રમણ કરે છે, એક અવસ્થાથી બીજી અવસ્થા ધારણ કરે છે, તે અવસ્થા છેડી ફરી બીજી અવસ્થાને ધારણ કરે છે. સંસારમાં સ્થિરતા નથી, ધ્રુવતા નથી, નિરાકુલતા નથી, સંસાર દુબેને સમુદ્ર છે.
શરીર સંબંધી દુઃ —જન્મવું, મરવું, વૃદ્ધ થવું, રોગી થવું, અશક્ત થવું, ભૂખ તરસથી પીડાવું, ગરમી શરદીથી કષ્ટ પામવું, ડીસ મચ્છરથી ત્રાસ પામવે, બળવાન દ્વારા શસઘાત સહન કરવી, ઈત્યાદિ.
મન સંબંધી દુઃ–ઇવિયોગ, અનિષ્ટસંગ અને રેગની પીડાઓથી શેક અને ખેદ પામો, બીજાની અધિક સંપત્તિ જોઈ ભાવથી સંતાપ પામવે, અધિક ધનાદિ પરિગ્રહની પ્રાપ્તિની તૃષ્ણાથી આકુલતા પામવી. પિતાની હાનિ કરવાવાળા પ્રતિ દેપ અને ક્રોધભાવ કરી કલેશ પાભ, અપમાન કરનારને હાનિ કરવાના ભાવ કરી પીડા પામવી, સતાપ અને દુઃખ આપનારથી ભયભીત રહેવું, ઈચ્છાનુકુળ વસ્તુની અપ્રાપ્તિથી ક્ષોભ પામવો ઇત્યાદિ
શારીરિક અને માનસિક દુઓથી ભરેલ એ આ સંસાર ખારા સમુદ્ર સમાન છે. ખારા સમુદ્રથી તરસ છીપતી નથી તેમ સંસારના નાશવંત પદાર્થોને ભેગવવાથી તૃષ્ણાની બળતરા શમતી નથી. મેટા મેટા ચક્રવતી પણ સંસારની પ્રપંચ જાળેથી કષ્ટ પામતા અંતમાં નિરાશ થઈ મૃત્યુ પામે છે , .