________________
નિરમાલ ધશે બીલ
ગામીત
જિનમંદિરનિર્માણ
જિનભક્તિનું મુખ્ય સ્થાન જિનમંદિર છે. તેના નિર્માણ માટે તેઓશ્રીને ખ્યાલ ઘણે ઊંચે છે. ઘાટકોપર નજીક ચેમ્બુરમાં તેઓશ્રીના ઉપદેશ અને માર્ગદર્શનથી શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, તે એની પ્રતીતિ કરાવે છે. પ્રાચીન શૈલીનું સ્થાપત્ય ધરાવનાર આવા વિશાલ ગભૌગારવાળું મંદિર મુબઈ અને તેના પરાવિભાગમાં આ પહેલવહેલું જ છે, તે આજે મુંબઈનું મધ્યવતી તીર્થ બની ગયુ છે અને ભવ્ય મૂતિ તથા ભવ્ય વાતાવરણ દ્વારા દર્શન કરનારાઓને પરમ શાંતિ આપે છે. ત્યાં દર રવિવારે તે મેળા” જેવો દેખાવ થાય છે. અહી ઉપાશ્રય, જૈન ધર્મશાળા, જૈન પાશાળા, આય બિલખાતું, જૈન ભોજનશાળા, સેનેટેરિયમ વગેરે યોજના પણ થયેલી છે. ચેમ્બુરમાં અત્યાર સુધીમાં આ તીર્થના વિકાસમાં અંદાજે રૂા. ૧૧ લાખને સવ્યય થયેલ છે. ત્યાં વરસમાં ઓછામાં ઓછા ૧૫ દિવસ તે પૂજા અને સાધર્મિકભક્તિના કાર્યક્રમ યોજાય છે. જનતાના હૃદયમાં તેણે કેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તેને આ સુંદર દાખલ છે.
તેઓશ્રીના ઉપદેશથી અહીં ચાર વાર અજન શલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા છે.
આ સિવાય વાલકેશ્વરમાં તેઓશ્રીની નિશ્રામાં શ્રી સીમ ધર સ્વામીજી આદિ તેમજ શ્રી પદ્માવતીજી, સરસ્વતીજી, લક્ષ્મીજી આદિની અજોડ અને ભવ્ય મૂર્તિની આ જનશલાકા તથા પ્રતિષ્ઠા થવા પામેલ છે. તે સાથે ત્યાં આયંબિલ ખાતા, સાધારણુ ખાતા અને. ઉપાશ્રય ફંડને પણ તેઓશ્રી તરફથી વેગ મળતાં રૂ. બે લાખ જેટલી રકમ ફંડમાં થવા પામી છે.