________________
સ્થપાઈ છે તથા શિક્ષ—શિક્ષિકાઓને અવાર-નવાર સારું આર્થિક પ્રિોત્સાહન મળ્યું છે. સાધર્મિક ભક્તિ
સાધર્મિક-ભક્તિ માટે તેઓશ્રીની લાગણું ઊંડી છે. આજ સુધીમાં તેમના હાથે સાધર્મિક-ભક્તિ નિમિતે નાનાં મેટાં અનેકાનેક ફડ થયાં છે અને તે બધાને તરત સદુપયોગ કરી નાખવામાં આવ્યો છે. સ. ૨૦૧૮ માં તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં શ્રી જૈન સાધમિક સેવાસંઘની સ્થાપના થઈ કે જે આજે પ્રતિમાસ રૂ. ૫૦૦૦ ઉપરાંત રકમ ખચી ૨૨૫ ઉપરાંત કુટુંબોની ભક્તિ કરી રહેલ છે. આ સંસ્થાએ આજસુધીમાં રૂ. ૬ થી ૭ લાખ સાધમિકભક્તિમાં વાપર્યા છે. આ સંસ્થા કાયમી બને તે માટે તેઓશ્રી કઈ સગીન યોજના અમલમાં લાવવાની તાલાવેલી સેવી રહ્યા છે સાધમિક કે અનુકપાપાત્ર અનેક ભાઈઓ-બહેને તેઓ અવારનવાર મદદ કરાવતા જ રહે છે.
જૈનધર્મશાળા-ભેજનશાળા-જૈન કલીનીક -
મુંબઈ જેવા શહેરમાં જૈનેને ઉતરવા માટે ધર્મશાળા જેવું કઈ સાધન નહિ, એ વાત તેમને ખૂબખૂબ ખૂચતી, તેથી આચાર્ય પબ્રાપ્તિ પછીના પ્રથમ પ્રવચનમાં તેનો ઉલ્લેખ કરેલ અને ત્યારબાદ સ. ર૦૧૬ થી સતત પુરુષાર્થ કરતાં આજસુધીમાં આશરે રૂા. ૧૫ લાખનું ફડ જૈન ધર્મશાળા-જૈન ભોજનાલય-જૈન કલીનીક માટે થયુ. સહર સમિતિ દ્વારા ભૂલેશ્વરલાલબાગ ઉપાશ્રયની સમીપમાં જૈન ધર્મશાળા, ભોજનાલય અને જૈન કલીનીક સુંદર રીતે ચાલી રહ્યા છે. અને તેને લાભ જરૂરવાળા જૈન ભાઈ–બહેને મળી રહ્યો છે.