________________ આમ નિર્જરા-વિવેક-સંવર એ ત્રણ તત્ત્વની મોટી સ્તુતિ કરનારા છે તેમજ એનો પરિચય રાખનારા છે. આનાં ગાણાં બહુ ગાય. વળી શેઠ શીલવ્રતના કિલ્લા જેવા છે. નગરશેઠનો એક ગુણ એ હતો કે લોક સર્વ સમૂહકાર્યમાં એમની સામે જોતા. એટલે કે શેઠ હા ભણે તો કાર્ય થાય, ના ભણે તો ન થાય. એનું કારણ શેઠનો વિવેક નિષ્પક્ષપાતતા અને પ્રામાણિક્તા જબરી હતી, ઉપરાંત શેઠ સારામાં બહુ રાજી, પણ ખોટું સહન કરી શકનાર નહિ. શ્રી શાંતિનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં રાજા શ્રીષેણ, એના બે દીકરા બહારથી આવેલી એક સુંદર વેશ્યાને “હું મારી કરું' એ દુરાગ્રહમાં પરસ્પર લડતા હતા. રાજાએ વેશ્યાની પૂંઠે ન પડવા અને ન લડવા ઘણું સમજાવ્યા છતાં પાછા ન વળ્યા. ત્યારે રાજાને લાગ્યું કે “જો મારા જ છોકરા આડા માર્ગે જાય તો બીજાઓને હું શી રીતે વારી શકું !' રાજાથી આ ખોટું સહન ન થયું. એથી એમણે ઝેર પાયેલું ફૂલ સુંઘી આપઘાત કર્યો. અલબત આપઘાત કરવા કરતાં સંસારત્યાગ કરી ચારિત્ર લેવું સારું હતું, પરંતુ છોકરાના ઉન્માર્ગગમન પર દિલ એટલું બધું ઉદ્વિગ્ન થયેલું કે “પોતે જીવતા રહીને એ ખોટું જોઈ શકે એવી સહિષ્ણુતા એમનામાં રહી નહિ; એટલે આપઘાત વહોય.' અહીં એ ખૂબી થઈ કે રાજા મર્યા પછી એક વિદ્યાધરે આવી બે ભાઈને વેશ્યા સાથે એમનો પૂર્વભવમાં બેનનો સંબંધ સમજાવ્યો તો બંનેને એના પરનો મોહ ખરો લાગ્યો, ને બાપના મોતમાં પોતે નિમિત્ત બન્યા એ ય ખોટું લાગ્યું; ને એ સહન ન થવાથી રાજયપાટ છોડી સાધુ થયા, ને ક્રમશ: તપ-સંયમથી કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. ઋષભસેન નગરશેઠનો એક મહાનગુણ સૌમ્યતા; સ્વભાવ-વિચારણામુખાકૃતિ અને વાણીમાં સૌમ્યતાનો ગુણ હતો. સૌમ્યતા આ શીખવે છે કે એવા પ્રસંગે તમે મન પર કાબૂ રાખી ખમી ખાઓ, પણ કાબૂ ગુમાવી ઉગ્રતા ન દેખાડો. એમાં સરવાળે લાભ છે. નગરશેઠનો એક ગુણ હતો મધુરભાષી, પ્રશસ્ત-ભાષી, અને કાલોચિતભાષી. આમાં મધુરભાષીતા કેવુંક કામ કરે છે કે મધુરભાષી કુંભારણ : એક કુંભાર ગધેડા હાંકી જતી હતી, એમાં એક ગધેડી વાંકી હઠિલી કર્મ ! તારી ગતિ ન્યારી 29