Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મનની ચાર અવસ્થા છે : વિક્ષિપ્ત, યાતાયાત, સુશ્લિષ્ટ અને સુલીન. સુલીન સુધી પહોંચવા માટે પહેલાની ત્રણ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે.
૨ ગમે તે નામથી કોઈપણ ધર્મવાળા પ્રભુને પોકારે, ભગવાન તો આ જ આવવાના ! સર્વ ગુણસંપન્ન, સર્વ શક્તિસંપન્ન, સર્વ દોષોથી મુક્ત બીજો કોણ છે ? બધી નદીઓ સમુદ્રમાં મળે છે, તેમ બધા જ નમસ્કાર અરિહંત પ્રભુને મળે છે.
૦ અપરાધીને ક્ષમા ન આપવી તે ક્રોધ. કર્મ સિવાય કોઈ અપરાધી નથી. એને છોડીને બીજાને અપરાધી માનવો તે મિથ્યાત્વ છે. ભગવાને કોઈપણ શત્રુને અપરાધી તો નથી માન્યા, પણ ઉપકારી માન્યા છે.
પ્રભુભક્તિ આજે હું નથી છોડતો. શા માટે ? મને એમાં સ્વાદ આવે છે. આનંદપ્રદ યોગને શી રીતે છોડી શકું ? જે સાધનામાં નિર્મળ આનંદ વધતો જાય તે જ સાચી સાધના. સાધનાની આ જ કસોટી દિન-પ્રતિદિન આનંદ વધે છે કે નહિ ? એ જ આનંદ આગળ વધતાં સમાધિરૂપ બનશે.
ભક્તિ એ તો સમાધિનું બીજ છે. પ્રભુની મનમોહક મૂર્તિ સમક્ષ હૃદયપૂર્વક ચૈત્યવંદનાદિ કરો. ભક્તિયોગનો પ્રારંભ થશે.
राह चलते हुए ज्यों ही पूज्य साहेबजी के कालधर्म के समाचार मिले त्यों पांव ठिठक गये, मन रुक-सा गया । विश्वास ही नहीं हो पाया । मैंने अन्य महात्माओं से बात की तो विश्वास हुआ ।
पूज्य साहेबजी बहुत अच्छे थे। उनकी की भी याद आती है । उनकी सरलता, समता, सहिष्णुता भी याद आई । उनकी सात्त्विकता और आध्यात्मिकता भी अनूठी थी । श्री शंखेश्वरजी में पूज्य साहेबजी श्री जंबूविजयजी महाराज के पास में नंदीसूत्र का स्वाध्याय करते थे ।
- धर्मधुरंधरसूरि
૬-૨-૨૦૦૨ (8
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૩