________________
વિરક્ત આત્માની વિચારણા શી ? અને શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ વસ્તુ ઉભી રહી શકે છે યા કેમ?' આ ચારે પ્રશ્નોનો ત સારામાં સારો ખુલાસો કરી દીધો.
તેમાંથી પ્રથમ વાતને આપણે ઘણા જ વિસ્તારથી વિચારી ગયા છીએ અને એના યોગે આપણે એ વસ્તુ સ્પષ્ટ કથનથી સાબિત કરી દીધી છે કે, મનુષ્ય જન્મરૂપ વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ જો કોઈ હોય તો તે એક શ્રી વીતરાગ પરમાત્માએ સેવીને ઉપદેશેલું ચારિત્ર જ છે, તે સિવાય બીજું એક પણ નથી, માટે સઘળાંય મુમુક્ષુઓએ તે એક ચારિત્રની પ્રાપ્તિ અને તે પ્રાપ્ત થયા પછી તેના અખંડિત પાલન માટે જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
એટલે હવે આપણા માટે ‘મનુષ્યજ્મરૂપ વૃક્ષનું ફળ શું ?’ એ પ્રથમ વાત સિવાયની બાકીની ત્રણ બાબતો જ વિચારવાની રહે છે. આથી હવે આપણે એ જ વિચારીએ કે, ‘સજ્જ આત્માઓની મશ્કરી પણ કેવી હોય તથા તે સફળ હોય કે નિષ્ફળ ?' આ બાબત આપણે શ્રી વજ્રબાહુના સદુપદેશ દ્વારા કઈ રીતે સમજી શકાય છે ? તે જોઈએ.
આ બીજી બાબત સમજવા માટે પ્રથમતો આપણે એજ ફરીથી જોવું જોઈશે, આ બંને પુણ્ય પુરુષોની વચમાં ૧-નર્મોક્તિ એટલે મશ્કરી થવામાં નિમિત્ત શું ? અને ૨-તે થઈ કેવા પ્રકારે ? કારણકે આ જોવાથી જ આપણે એ બાબત સારામાં સારી રીતે સમજી શકીશું.
મશ્કરી થવામાં નિમિત્ત શું ? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે કે મશ્કરી થવામાં બીજું કશું જ ખાસ નિમિત્ત ન હતું, પણ એક મહાતપસ્વી મુનિવરનું દર્શન-એ જ એ બંને પુણ્યાત્માઓની વચમાં મશ્કરી શરૂ થવાનું નિમિત્ત હતું, કારણકે શ્રી વજ્રબાહુકુમાર ઇભવાહન રાજાની યૌવનમાં પ્રવેશ કરી ચુકેલી પુત્રી શ્રી મનોરમા સાથે પાણિગ્રહણ કરીને પોતાના સાળા શ્રી ઉદયસુંદરની સાથે પોતાના નગર તરફ ચાલ્યા જતા હતા, ત્યાં
ઉત્તમ કુળનો છે અનુપમ મહિમા...૧