________________
“એક તો શ્રી દશરથરાજા યુદ્ધમાં જેમ જયલક્ષ્મીને પરણે, તેમ છે. અપરાજિતા નામની પવિત્ર રાજકન્યાને પરણ્યા, તે રાજકન્યા દભ્રસ્થલપુરના હૈ છે સ્વામી સુકોશલ નામના મહિપતિની કન્યા હતી. અમૃતપ્રભા નામની સુકોશલ S રાજાની પત્નીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી હતી અને સુંદર રૂપ તથા લાવણ્યથી સુશોભિત હતી. અર્થાત્ પ્રથમ શ્રી દશરથ રાજા જે રાજકન્યા સાથે પરણ્યા તે રાજકન્યાનું નામ અપરાજિતા હતું. તેનું નગર દભ્રસ્થલ હતું. તેના પિતા દભસ્થલના સ્વામી સુકોશલ નામના નરપતિ હતા. તેની માતા અમૃતપ્રભા નામની હતી અને તે સુંદર રૂપ અને લાવણ્યથી સુંદર હતી. અને બીજી કૈકેયી અપર નામ સુમિત્રા નામની રાજકન્યા સાથે શ્રી દશરથ મહારાજા ચંદ્ર જેમ રોહિણી સાથે પરણે તેમ પરણ્યા. એ રાજકન્યાનું પ્રથમ નામ કૈકેયી હતું. અને તે મિત્રા નામની માતાની દીકરી હોવાની સાથે સુશીલા હોવાથી તેનું બીજું નામ સુમિત્રા હતું. તેનું નગર કમલસંકુલ નામનું હતું. તેના પિતાનું નામ સુબન્ધતિલક હતું અને તેની માતાનું નામ મિત્રાદેવી હતું. તથા ત્રીજી સુપ્રભા નામની અન્ય પણ અનિંદિત રાજપુત્રી સાથે શ્રી દશરથ મહારાજાએ પાણિગ્રહણ કર્યું. તે રાજપુત્રી પણ પવિત્ર લાવણ્ય અને સૌંદર્યે કરીને શ્રેષ્ઠ અંગોને ધારણ કરવાવાળી હતી.”
આર્યરમણીઓનો સાચો અલંકાર શીલ ગણાય છે. એ અલંકાર વિનાની રમણી રમણીય હોવા છતાં અને અન્ય અલંકારોથી અલંકૃત હોવા છતાં અરમણીય અને અદર્શનીય જ ગણાય છે. એવી રમણીઓ એ આર્યદેશનું ભૂષણ નથી પણ કલંક છે. એટલે કોઈપણ રાજકન્યા કે રાજ-રમણી શીલથી અલંકૃત હોવી જ જોઈએ.
અને એ મુજબ શ્રી દશરથ રાજા જે ત્રણ રાજકન્યાઓ સાથે પરણ્યા તે રાજકન્યાઓ શીલરૂપ અનુપમ અલંકારથી અલંકૃત હતી. એ વસ્તુ એ ત્રણેના વર્ણનમાં રહેલાં પવિમમ્િ સુનાબૂ, મસિંહિતામ્ આ ત્રણ વિશેષણોથી ધ્વનિત થાય છે.
આર્યકન્યા અને આર્યરમણી માટે વાપરવામાં આવતા આવાં વિશેષણો સ્ત્રીની જાતિને તેવી બનવાની સુંદર અને હિતકર ચેતવણી આપે છે. જે સ્ત્રીવર્ગને પ્રતિદિન એવાં સુંદર વિશેષણોવાળી સ્ત્રીઓને સંભારવાનું અને સાંભળવાનું મળ્યું છે, તે સ્ત્રીવર્ગના સદ્ભાગ્યની કોઈ અવધિ જ નથી. એવો સ્ત્રીવર્ગ આદર્શ નીવડવો જ જોઈએ.
શ્રાવકન
મનનીય મનોરથ....