________________
'પુણ્યોદયના અભય-કવચના પ્રભાવે
ત્રિખંડ ભારતના સ્વામી રાવણનો પ્રશ્ન દિગ્વિજયી બનેલા શ્રી રાવણ ત્રણ ખંડના સામ્રાજ્યને ભોગવી રહ્યા છે એ વસ્તુ તો આપણે જાણીએ જ છીએ. ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલો છે. તેના અર્ધા ભાગને એટલે ત્રણ ખંડને ભોગવી રહેલા શ્રી રાવણ પોતાને એક મોટામાં મોટા મહારાજા તરીકે માને છે, પણ તે એક સમ્યગ્દષ્ટિ મહારાજા છે એ વાતને કદી પણ ન ભૂલતાં. સમ્યગ્દષ્ટિ આત્મા તીવ્ર મોહને આધીન ન થાય ત્યાં સુધી ગમે તેવી દશામાં પણ તેના અંત:કરણની અંદર વિવેકરૂપી દીપક સળગતો જ રહે છે. એના પ્રતાપે તે આત્માની દરેક પ્રવૃત્તિમાં સાચી વસ્તુસ્થિતિનું દર્શન થયા વિના રહેતું જ નથી. એ જ હેતુથી કોઈ એક દિવસે સભામાં રહેલા શ્રી રાવણ મહારાજા એક નૈમિત્તિકોમાં શિરોમણી સમા નૈમિત્તિકને પોતાના મૃત્યુને લગતો પ્રશ્ન કરે છે. તેમાં પણ વાસ્તવિક સુખના અર્થી માટે અહર્નિશ યાદ રાખવા જેવી એક વાત શ્રી રાવણ મારાજાના મુખેથી નીકળે છે. એ વાત કઈ છે? એ આપણે શ્રી રાવણ મહારાજાના સ્વમુખે થયેલો પ્રશ્ન સાંભળીશું એટલે આપોઆપ જ સમજાઈ જશે.
શ્રી રાવણ મહારાજાએ એક સર્વશ્રેષ્ઠ નૈમિત્તિક પ્રત્યે ભર સભામાં પોતાના શ્રીમુખે પૂછ્યું કે,
પૂણ્યદયt૮ અભય-કવચન પ્રભવે..૭