________________
સીતા... ભાગ-૨
..........મ-લક્ષ્મણને
R
યથાશક્ય રીતે ઉપદેશેલા ત્યાગમાર્ગના ઉપાસક પુણ્યશાળી આત્માઓ માટે અનુકૂળ જ છે. એ જ કારણે જેઓને એ ત્યાગ નથી રુચતો તેઓ જ ખરા કમનસીબ છે. આજની દુનિયાને તેના નાયકોએ કેવળ આ લોકની જ ઉપાસક બનાવી છે અને સમજાવ્યું છે કે ‘સુખ સત્તામા' છે. એવા કારમા નેતાઓની ઉપાસનામાં પડેલાઓ નાસ્તિક બનીને ત્યાગના વિરોધને જ પોતાનું ભૂષણ બનાવી લે એમાં આશ્ચર્ય પણ શું છે?
હૃદયના નાસ્તિક હોવા છતાં પણ પૌદ્ગલિક લાલસાના યોગે અહિંસા આદિ સિદ્ધાંતોનો ઇચ્છા મુજબ ઉપયોગ કરવામાં કુશળ બનેલાઓ બહારથી પરમ આસ્તિક અને પરમાત્માના ઉપાસક હોવાનો આડંબર કરી સારીએ દુનિયાને ઉન્માર્ગરૂપ ગર્તામાં ગબડાવી મૂકે છે.
એવાઓના પ્રતાપે અજ્ઞાન જનતા ઉન્માર્ગે ચઢી જાય એમાં કશું જ આશ્ચર્ય નથી. અહિંસા આદિ મોક્ષસાધક સિદ્ધાંતોનો સંસારની સાધનામાં જ ઉપયોગ કરવાની વૃત્તિ વિલક્ષણ જાતની નાસ્તિકતા છે અને તે એક રીતે આત્મા આદિને નહિ માનવાની નાસ્તિકતા કરતા ભૂંડી છે. એ ભૂંડી નાસ્તિકતાના પાશથી બચવા માટે આવા કથાનકો અંતર્પટમાં કોતરી રાખવા જોઈએ. વીતરાગપરમાત્માના શાસનથી સુવાસિત થયેલ શ્રી રામચંદ્રજી અને શ્રી ભરતજી આદિ જેવાનાં દૃષ્ટાંતો ઘણા જ વિરલ હોય છે. અને એવાં વિરલ દૃષ્ટાંતો પણ પ્રાય: પ્રભુશાસનમાં જ મળી શકે તેમ છે.